ભાવનગર: જિલ્લાના બોરડા નજીક પવનચક્કી કંપનીઓ દ્વારા પવનચક્કી નાખવામાં આવી રહી છે. કંપનીમાં આવતા માલસામાન ટ્રકો મારફત આવે છે. આ ટ્રકો હાઇવે ઉપર ખડકાયેલા છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ખડકાયેલા વાહનો અને પવનચક્કીની કંપનીઓની દાદાગીરીને પગલે કલેકટરને લેખિત આવેદનપત્ર અપાયું છે. ખેડૂત અગ્રણી સાત દિવસમાં નિકાલ નહિ આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.
'ખેડૂતો કોઈ વિરોધ કરે તો પોલીસ તેમને યેનકેન પ્રકારે પોલીસ સ્ટેશન લઈ જઈને ધમકાવે છે. કંપની માથાભારે માણસો રાખી ખેડૂતોને દબાવે છે. છેલ્લા ત્રણ મહિનાથી ભાવનગર નેશનલ હાઇવે ઉપર પવનચક્કીઓના સામાન લાવતા ટ્રકો બેફામ ખડકાયેલા છે. નેશનલ હાઇવે ઓથોરિટી સામે સવાલ ઉભો થયો છે. જો કે નેશનલ હાઇવે પર ઉભેલા ટ્રકોમાં પવનચક્કીનો સામાન પણ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઇવે થી 20 થી 25 km નજીક દરિયા કાંઠો આવે છે.આથી અહીંયા પવનને પગલે પવનચક્કી નાખવાનો પ્રારંભ થયો હતો.' -ભરતસિંહ વાળા, ખેડૂત આગેવાન, ભાવનગર
શુ છે સમસ્યા:ખેડૂતોની અને રસ્તા પરની ભાવનગર જિલ્લાના તરેડી ગામના ભરતસિંહ વાળાએ સામાજિક કાર્યકર અને જિલ્લા ખેડૂત આગેવાન હોવાથી કલેક્ટર અને ડીએસપીને આવેદનપત્ર પાઠવીને માંગ કરી હતી કે પવનચક્કી કંપની દ્વારા માથાભારે માણસોને રાખીને ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરમાં પવનચક્કી ઉભી કરવામાં આવી રહી છે. જ્યારે સોમનાથ નેશનલ હાઈવે ઉપર બોરડા નજીક માલ સામાન સાથેના વાહનો હાઇવે ઉપર ખડકી દેવામાં આવ્યા છે. આથી ગંભીર અકસ્માત થવાની શક્યતા છે. બંને સમસ્યાનો સાત દિવસમાં નિકાલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
'તમે જે વાત કરો છો તે અમારી પાસે એક લેખિત રજુઆત ઇનવર્ટ કરાય છે. મારા ધ્યાને હાલમાં આવી અને મેં વાંચી છે. કોઈના ખાનગી માલિકીની જમીનમાં એમ કોઈ પવનચક્કીઓ નાખી શકે નહીં અને જો એવું થતું હોય તો કાનૂની કાર્યવાહી જે તે વ્યક્તિ કરી શકે છે. નેશનલ હાઇવે બાબતે વાહન જો રાખવામાં આવ્યા હોય તો નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ કરીને કાર્યવાહી કરવા જાણ કરશું.' -આર કે મહેતા, કલેકટર,ભાવનગર
ખેડૂતોને ધમકાવતી હોવાના આક્ષેપ: જો કે નેશનલ હાઇવે પર ઉભેલા ટ્રકોમાં પવનચક્કીનો સામાન પણ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઇવેથી 20 થી 25 km નજીક દરિયા કાંઠો આવે છે.આથી અહીંયા પવનને પગલે પવનચક્કી નાખવાનો પ્રારંભ થયો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને ધમકી આપવામાં આવી હતી.તો બીજી બાજુ ભાવનગર કલેકટરનું કહેવું છે કે કોઈના ખાનગી માલિકીની જમીનમાં એમ કોઈ પવનચક્કીઓ નાખી શકે નહીં અને જો એવું થતું હોય તો કાનૂની કાર્યવાહી જે તે વ્યક્તિ કરી શકે છે.