ભાવનગર: 24 એપ્રિલે બોટાદની 29 વર્ષીય નઝમાબેન ગર્ભવતી મહિલાનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મહિલાને ગર્ભનો છેલ્લો મહિનો હોવાથી સોમવારે સર ટી હોસ્પિટલે ડિલીવરી માટે તાત્કાલિક ઓપરેશન થેટર ઉભું કરી મહિલાની ડિલીવરી કરાવી હતી. જેમાં મહિલાએ એક સુંદર બાબાને જન્મ આપ્યો હતો.
નઝમાબેન સમીરભાઈ સલોત મૂળ બોટાદના રહેવાસી છે. નઝમાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં ભાવનગર સર ટી હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવી હતી અને તેમની માટે ખાસ ઓપરેશન થેટર ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરની મહેનતે સફળ ડિલીવરી કરાવવામાં આવી હતી. બાળક સ્વસ્થ છે, પરંતુ તેની માતાને કોરોના પોઝિટિવ હોવાથી અલગ રાખવામાં આવ્યું છે. નઝમાબેન 24 તારીખે બોટાદના સારંગપુર ખાતે ગયા હતા, બાદમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બાળકનો પણ કોરોના રિપોર્ટ કરાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે