પશુઓમાં ઇતરડી મારફતે ફેલાતો કોંગો નામનો રોગ ભાવનગર જિલ્લાના 7 જેટલા ગામોમાં જોવા મળ્યો છે. જેમાં અલગ અલગ ગામોમાંથી અત્યારસુધીમાં કુલ 17 કોંગોફીવરના શંકાસ્પદ કેસો ભાવનગરની સર.ટી. હોસ્પીટલમાં સારવાર હેઠળ નોંધાયા હતા. જે પૈકી 10 લોકોનો રીપોર્ટ પોઝીટીવ અને 7 લોકોનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા આ રોગ સામે જરૂરી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દવાઓનો છંટકાવ તેમજ પશુપાલન વિભાગ દ્વારા ઇતરડીનો નાશ કરવા જેવી કામગીરી કરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગની ટીમોએ જે તે ગામોમાં પહોચી આ બિમારી વધુ ના ફેલાય તે માટે યુદ્ધના ધોરણે ગામમાં આરોગ્ય લક્ષી સેવાઓ શરુ કરી છે. આરોગ્ય ખાતાની ટીમે ગામમાં પહોંચી અલગ અલગ સ્થળોએ ધુમાડો,દવાઓનો એક્શન પ્લાન તૈયાર કર્યા છે.