ભાવનગર ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક ઉપર 2017માં સાતમાંથી એક બેઠક કોંગ્રેસને મળી હતી. જ્યારે છ બેઠક ઉપર ભગવો લહેરાયો હતો. દરેક બેઠક ઉપર જ્ઞાતિ સમીકરણ અને મોદી મેજીક કામ કરતું હતું. વિકાસનો મુદ્દો પણ લોકોમાં ખૂબ ચર્ચામાં હોવાથી કોંગ્રેસ પાછળ ધકેલાઈ હતી. જો કે જિલ્લાની સાતમાંથી એક બેઠક કોંગ્રેસે મેળવી પણ તેમાં પણ સ્થાન પરિવર્તન બેઠકનું 2012 ની સરખામણીમાં થયું હતું. 7 બેઠક ઉપર 18 લાખ કરતા વધુ મતદારો છે. 2017માં કુલ 62.3 ટકા જેવુ મતદાન નોંધાયું હતું. ત્યારે હવે 2022માં 60.83 ટકા મતદાન વચ્ચે ભાજપની ફરી મતો (Bhavnagar Assembly Seats Result 2022 )અને કારણો સાથે વિશ્લેષણ જાણો.
ભાવનગર 105 પશ્ચિમ બેઠકમાં 2017 અને 2022ની હારજીત ભાવનગર જિલ્લાની સાત બેઠક (Bhavnagar Assembly Seats Result 2022 ) પૈકી ભાવનગર પશ્ચિમ ચર્ચામાં રહી હતી. 2017માં જીતુભાઈ વાઘાણી પશ્ચિમ ઉપરથી લડતા હતા. ત્યારે તેમને 27,185 ની લીડથી જીત મેળવી હતી. અને કુલ મત 83,701 મેળવ્યા હતા. ત્યારે કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલને 56,516 મત મળ્યા હતા. પશ્ચિમ બેઠક પર 63.8 મતદાન થયું હતું.હવે 2022માં જીતુભાઇ વાઘાણી ફરી જીતી ગયા છે. જીતુભાઇને 84713 મત ,કોંગ્રેસના કિશોરસિંહ ગોહિલને 42791 મત અને આપના રાજુ સોલંકીને 26036 મત મળ્યા હતા. જીતુભાઇ વાઘાણીને 41,922 મતની લીડ સાથે જીત મળી હતી. આ લીડ 2017ની સરખામણીમાં વધી છે. પરસોત્તમભાઈ સોલંકીને પગલે કોળી સમાજનો સાથ અને વડાપ્રધાનની સભા અસરકર્તા બની હોવાનું (Gujarat Assembly Election Results 2022 )તારણ છે.
ભાવનગર 104 પૂર્વ બેઠકમાં 2017 અને 2022ની હારજીત ભાવનગરની પૂર્વ બેઠક ઉપર વિભાવરીબેન દવેએ 87,323 મત મેળવ્યા હતા. ત્યારે કોંગ્રેસના નીતાબેન રાઠોડ એ 64,881 મત મેળવ્યા હતા. આમ 22,442ની લીડ વિભાવરીબેને મેળવી હતી. પૂર્વ બેઠક પર 66.4 ટકા મતદાન થયું હતું. હવે 2022માં ભાજપે નવા ઉમેદવાર સેજલબેનને સ્થાન આપ્યું છે. 2022માં ભાજપના સેજલબેનને 98223 મત,કોંગ્રેસના બળદેવ સોલંકી 35909 મત અને આપના 19546 મત મળ્યા હતા. ભાજપના સેજલબેન 62,314 મતની લીડથી જીત મેળવી હતી. આ બેઠક ભાજપનો ગઢ (Gujarat Assembly Election Results 2022 )છે ત્યારે વડાપ્રધાને આ બેઠક પર બે વખત સભાઓ કરી હતી.
99 મહુવા 2017 અને 2022 ની હાર અને જીત ભાવનગરની મહુવા બેઠક ઉપર ખેડૂતોના નિરમા આંદોલનમાં સાથે બનેલા કનુભાઈ કળસરિયા અપક્ષ માંથી લડીને ભાજપને મુશ્કેલીમાં મૂક્યું હતું. છતાં પણ ભાજપના આર સી મકવાણા અહીં 5009 ના માર્જિનથી જીત મેળવી હતી. જેમાં આર સી મકવાણા 44,410 મત અને અપક્ષ કનુભાઈ 39401 મત મેળવ્યા હતા. મહુવા બેઠક પર 65.18 ટકા મતદાન થયું હતું. ત્યારે કોંગ્રેસ ત્રીજા સ્થાને રહ્યું હતું. જો કે નિરમા આંદોલન હોવા છતાં પણ જ્ઞાતિ સમીકરણના પગલે ભાજપ બેઠક મેળવવામાં સફળ રહ્યું હતું. કોળી સમાજની વધુ વસ્તીને પગલે ભાજપ કોળી સમાજના ઉમેદવારને ટીકીટ આપી જીત મેળવી હતી. 2022માં ભાજપના શિવાભાઈ ગોહેલને 85977 મત, કોંગ્રેસના કનુભાઈ કળસરિયાને 55469 મત અને આપના 5983 મત મળ્યા હતા જેમાં શિવાભાઈ ગોહેલ 30,508 મતથી જીત મેળવી હતી. આ બેઠક પર જ્ઞાતિવાદનું રાજકારણ ચાલ્યું હતું. ભાજપ ઉમેદવાર કોળી સમાજના હોઈ ત્યારે કનુભાઈ કળસરિયા ખેડૂત નેતા હોય અને અપક્ષ લડી 2017માં બીજા સ્થાને રહેતા કોંગ્રેસે ટીકીટ આપી હતી જ્યારે ભાજપે ઉમેદવાર બદલીને બેઠક મેળવવામાં સફળતા મેળવી છે.આ બેઠક (Gujarat Assembly Election Results 2022 )પર ત્રીજો પક્ષ અસરકર્તા નહોતો રહ્યો.
100 તળાજા 2017 અને 2022ની હારજીત 2017માં તળાજા બેઠકમાં કોંગ્રેસના કનુભાઈ બારૈયાએ નજીવા માર્જિન 1779 મતથી જીત મેળવી હતી. કનુભાઈને 66,862 મત અને ભાજપના ગૌતમ ચૌહાણને 65,083 મત મળ્યા હતા. તળાજા બેઠક પર કુલ મતદાન 64.9 ટકા થયું હતું. આ બેઠક પર પલેવાલ સમાજ વધુ હોવાથી અને ખેડૂત આગેવાન હોવાથી કનુભાઈને જીત મળી હતી. 2022માં અહીંયા ભાજપના ગૌતમ ચૌહાણને 89575, કોંગ્રેસના કનુભાઈ બારૈયા 45893 અને આપમાં લાલુબેન ચૌહાણને 12,397 મત મળ્યા હતા. 2017માં હારેલા ગૌતમ ચૌહાણ 2022માં 43682 મતોથી જીત મેળવી હતી. આ બેઠક પર પણ જ્ઞાતિવાદ કામ કરી ગયું હતું. કોળી સમાજના ભાજપના ઉમેદવાર ગૌતમભાઈને સમાજનો સાથ મળી ગયો હતો. આ બેઠક (Gujarat Assembly Election Results 2022 )પર અમિત શાહ સહિતના સ્ટાર પ્રચારકોની સભા અસરકર્તા બની હતી.
102 પાલીતાણા બેઠકમાં 2017 અને 2022માં હાર અને જીત કોંગ્રેસ પાસેથી બેઠક છીનવીને ભાજપના ભીખાભાઈ બારૈયાએ 14,189 માર્જિનથી જીત મેળવી હતી. ભીખાભાઈ બારૈયાને 69,479 મત અને કોંગ્રેસના પ્રવીણભાઈ રાઠોડ ને 55,290 મત મળ્યા હતા. આ બેઠક પર 60.5 ટકા મતદાન થયું હતું. પાલીતાણા બેઠક ઉપર જ્ઞાતિવાદનું રાજકારણ થયું હોવાને કારણે કોંગ્રેસના હાથમાં રહેલી બેઠક જતી રહી હતી. 2022માં ભાજપે ફરી રિપીટ કરેલા ભીખાભાઇ બારૈયાને 80759 મત,કોંગ્રેસના પ્રવીણ રાઠોડને 53359 મત અને આપના જીણાભાઈ ખેનીને 24569 મત મળ્યા હતા. ભાજપના ભીખાભાઇ બારૈયા 27400 મતથી જીત્યા હતા. અહીંયા જ્ઞાતિવાદ અને ત્રીજા પક્ષ આપ કોંગ્રેસને પાછળ ધકેલવામાં સફળ (Gujarat Assembly Election Results 2022 )રહી હતી.
101 ગારીયાધાર 2017 અને 2022 હારજીત ગારીયાધારમાં 5 ટર્મથી જીતતા કેશુભાઈ નાકરાણીને 1,876 જેવી નજીવી માર્જિનથી જીત મળી હતી. જેમાં કેશુભાઈને 50,635 મત અને કોંગ્રેસના પરેશભાઈ ખેનીને 48,759 મત મળ્યા હતા. આ બેઠક પર 56.4 ટકા મતદાન થયું હતું. બંને પટેલ ઉમેદવાર હોવા છતાં કેશુભાઈ નાકરાણીનો દબદબો અને ભાજપની વિકાસની લહેર કારણભૂત રહી હતી. 2022માં આમ આદમી પાર્ટીના સુધીરભાઈ વાઘાણીને 60463 મત, ભાજપના કેશુભાઈ નાકરાણીને 55773 મત અને કોંગ્રેસને 14967 મત મળ્યા હતા. આમ આપે અહીં બેઠક મેળવીને અપસેટ સર્જ્યું છે. આપના સુધીરભાઈને કેજરીવાલની સભા અને જ્ઞાતિવાદ ફાયદો આપી ગયું હતું. આમ આદમી પાર્ટીએ 6 ટર્મથી જીતતા કેશુભાઈને માત આપી હતી. અહીંયા ભાજપ અને કોંગ્રેસ બંનેના મતદારો આપમાં પરિવર્તિત (Gujarat Assembly Election Results 2022 )થયા હતા. બીજું ગારીયાધારમાં વિકાસના 27 વર્ષમાં કામ નહીં થયા હોવાનું પણ માનવામાં આવે છે.
ભાજપનો ગઢ ગ્રામ્ય બેઠક પર દબદબો 2017 અને 2022માં યથાવત ભાવનગર ગ્રામ્ય બેઠક ઉપર ગુજરાતના કોળી સમાજના નેતા પરસોત્તમભાઈ સોલંકીને ભાજપે ઉતાર્યાં હતા. છેલ્લા પાંચ ટર્મથી જીતતા પુરુષોત્તમભાઈ આ બેઠક ઉપર 30,993 ના માર્જિનથી જીત મેળવી હતી. તેમાં પરસોત્તમભાઈને 89.555 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાંતિભાઈ ચૌહાણને 58,562 મત મળ્યા હતા. આ બેઠક પર 63.8 ટકા મતદાન થયું હતું.આમ પરસોતમભાઈ આ બેઠક ઉપર શક્તિસિંહ ગોહિલને પણ હરાવી ચૂક્યા છે અને તેની પાછળનું કારણ કોળી સમાજના સૌથી વધુ મતદારો અને પરસોત્તમભાઈનું પોતાનું વ્યક્તિત્વ જીતનું કારણ રહ્યું છે. આ સિવાય દરેક બેઠક પર ભાજપ કોળી સમાજના મત ભાજપમાં ફેરવવા પરસોત્તમભાઈ સોલંકીને પ્રચારમાં ઉતારે છે અને ભાજપ છેલ્લા 27 વર્ષથી આ જીત મેળવતું આવ્યું છે. 2022માં ભાજપના પરસોત્તમભાઈ સોલંકીએ 114974 મત, કોંગ્રેસના રેવતસિંહ ગોહિલે 42096 મત અને આપના ગોહિલ ખુમાણસિંહ નટુભાને 16824 મત મળ્યા હતા. પરસોતમભાઈ સોલંકીએ અહીંયા 72878 મતોથી જીત (Gujarat Assembly Election Results 2022 ) મેળવી હતી. કોળી સમાજ પરસોત્તમભાઈ સાથે છે તે સાબિત કરી દીધું હતું. અને 7 બેઠકમાં કોળી સમાજના દરેક ઉમેદવારને જીત અપાવા સાથે અન્ય વર્ગના ભાજપના ઉમેદવારોને જીત અપાવવામાં સાથ આપ્યો હોવાનું મનાય છે.