ETV Bharat / state

શું ગુજરાતમાં ઓનલાઇન ગાંજો પણ મળે છે! - bhavnagar

ભાવનગર: બેચલર ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન (BBA)ના કોર્સમાં અભ્યાસ કરતો એક યુવાન ગાંજાના જથ્થા સાથે ઝડયાપો છે. ભાવનગરનો આ કિસ્સો આંખ ઉઘાડનારો એટલા માટે છે, કે પકડાયેલા નબીરાએ માત્ર એક ક્લીકથી ગાંજો મંગાવ્યો હતો. આ કેસની જો ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ગાંજાના ઑનલાઈન વેચાણનું મોટું નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેમ છે. જો કે હાલમાં પોલીસ વિભાગ દ્વારા યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શું ગુજરાતમાં ગાંજો પણ ઓનલાઈન મળે છે !
author img

By

Published : May 16, 2019, 6:26 PM IST

ભારત દેશ જેમ જેમ ડિજિટલ બનવા તરફ આગળ વધી રહ્યુ છે, તેની સાથે તેેના નકારાત્મક પાસા પણ સામે આવી રહ્યાં છે. જેનું તાજુ ઉદાહરણ ભાવનગર પોલીસ દ્વારા ઝડપાયેલા લબરમૂછીયા યુવાનનું જ છે. ભાવનગરમાં શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ નશીલા પદાર્થનાં સેવન તરફ વળી રહ્યાં છે. જેથી પોલીસ ગાંજા, ચરસ અને દારૂના વેચાણ પર નજર રાખી રહી હતી. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ SOG પોલીસ ઈન્સપેક્ટર એસ.એન.બારોટે જુદી-જુદી ટીમો બનાવી શાળા -કૉલેજની આસપાસ વૉચ રાખી હતી.

શું ગુજરાતમાં ઓનલાઈન ગાંજો મળે છે !

જે દરમિયાન એકટીવા સાથે 19 વર્ષિય મનન વિરલભાઇ શાહ નામક એક વિદ્યાર્થીને અટકાવી તપાસ કરતાં તેની પાસેથી ગાંજાના 11 પેકેટ મળી આવ્યા હતા. જે અંગે તેની પુછપરછ કરતા તેણે આ ગાંજાના પેકેટ ઈ-પેમેન્ટ કરી અમદાવાદથી કુરિયર મારફત મંગાવ્યા આવ્યું હતું. જો કે આ જથ્થો બસમાં અન્ય પાર્સલની આડમાં સંતાડીને લાવવામાં આવી રહ્યો હતો.

તો આ અંગે મનન શાહે મિત્રો સાથે મોજશોખ કરવા અને સાથે બેસીને નશો કરવા માટે આ ગાંજો મંગાવ્યો હોવાનું કબૂલ્યુ હતું. પોલીસ તપાસમાં વિરલ ભાવનગરની એક કૉલેજમાં BBAનો અભ્યાસ કરતો હોવાનું સામે આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. જેના મૂછના દોરા પણ ફૂટ્યા નથી એવા યુવાનો નશો કરી પોતાની યુવાની પાયમાલ કરતા હોવાથી આ બનાવ સમાજ માટે તો લાલબત્તી સમાન છે. પરંતુ જો આ ગુનાની ઝીણવટ પૂર્વકની તપાસ કરાઈ તો ઓનલાઈન ગાંજા વેચાણનું મોટુ નેટવર્ક સામે આવી શકે તેમ છે. આ બનાવ પછી દરેકના મોં પર એ સવાલ ઉભો થયો છે, કે શું ગુજરાતમાં હવે ગાંજો પણ ઓનલાઈન મળે છે?

ગાંજાના જથ્થા સાથે સહજાનંદ કોલેજમાં B.B.A. માં અભ્યાસ કરતો વિધાર્થી ઝડપાયો   
  ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરના ધ્યાને આવેલ કે, ભાવનગર શહેર તથા જીલ્લામાં યુવાધન નશાના રવાડે ચડી પોતાની જીંદગી બરબાદ અને ખુવાર કરે છે અને ખાસ કરીને સારા ઘરના નબીરાઓ કે સ્કુલ કોલેજોમાં અભ્યાસ કરતા હોય તેઓ નશાના રવાડે ચડી પોતાની જીંદગી પાયમાલ કરે છે. જેથી બાબતને ખુબજ ગંભીરતાથી લઇ એસ.ઓ.જી. શાખાને આ બાબતે ખાસ વોચ/ડ્રાઇવ રાખી માહિતી મેળવી સ્કુલ/કોલેજની આજુબાજું ખાનગી રાહે તપાસ કરી આવી કોઇ ગેરકાયદેસર પ્રવૃતી ધ્યાને આવે તો કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ 
     જે સુચના અનુંસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એસ.એન. બારોટ એસ.ઓ.જી. શાખાની જુદી-જુદી ટીમો બનાવી સ્કુલ/કોલેજ આસપાસ વોચ ગોઠવી વિધાર્થીઓ નશાનાં ચુંગાલમાં ના ફસાય તે સારૂ ખાસ કાર્યવાહી હાથ ધરેલ. દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટને ખાનગી  અને ચોક્ક્સ માહિતી મળેલ કે, મનન વિરલભાઇ શાહ પોતાના એકટીવા સ્કુટરમાં ગાંજાનો જથ્થો લઇને રબ્બર ફેકટરીના પાછળના ભાગેથી નીકળનાર છે. જે બાતમી હકિકત આધારે એસ.ઓ.જી. સ્ટાફે વોચ ગોઢવેલ અને વોચ દરમ્યાન એકટીવા સ્કુટર આર.ટી.ઓ. રજી. નંબર GJ 04 CG 4543 સાથે મનનભાઇ વિરલભાઇ તનસુખભાઇ શાહ (ઉ.વ.૧૯) (રહેવાસી ૩૦૪, પન્ના પાર્ક, સરદારનગર ભાવનગર) ઝડપી પાડવામાં આવેલ તેની પાસેથી ગાંજા ૧૧ પેકેટ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી ગાંજો સહિત મોબાઇલ ફોન-૧, રોકડ રૂપિયા ૧૪૫૦ તથા ડ્રાઇવીંગ લાયસન્સ-૧ તથા એકટીવા સ્કુટર મળી કુલ રૂપિયા ૩૫૦૫૦નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવેલ આવેલ અને મજકુર સામે નાર્કોટિક્સ એકટ તળે કાર્યવાહી કરી ધરપકડ કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબે ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. 
     પકડાયેલ આરોપીની પુછપરછ કરતા પોતે સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ માં B.B.A. બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અને તે તથા તેના મિત્રો ભેગા મળી ગાંજાના નશાના રવાડે ચડી ગયેલ હતા અને અમદાવાદ ખાતેથી ઇ- પેમેન્ટ દ્વારા  પૈસા મોકલી ગાંજાનો જથ્થો કુરીયર અને બસમાં પાર્સલની આડમાં બોક્સ પેકિંગ કરી મંગાવતા હતા અને મિત્રો ભેગા મળી ગાંજાનુ સેવન કરતા હતા. આમ આ કિસ્સો સમાજમાં લોકો માટે લાલબત્તી સમાન છે. 
    
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.