ETV Bharat / state

ભાવનગર: ઘોઘામાં બાડી પડવા માઈનિંગ મામલે કલેકટરને આવેદન - Bhavnagar latest news

ઘોઘાના બાડી પડવાના ખેડૂતો કલેક્ટરને આવેદન આપવા પોહચ્યા હતા. ગૌચરની જમીન ઉપર પણ માઇનિંગ શરૂ કરતાં ખેડૂતોએ રોષ વ્યકત કર્યો હતો. હોઈદડ, મલેકવદર અને બાડીની ગૌચરમાં માઇનિંગ કરતા પશુધનની ચિંતા રાજ્ય સરકારને નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો.

ઘોઘાના બાડી પડવા માઇનિંગ મામલે કલેકટરને આવેદન

author img

By

Published : Mar 5, 2020, 10:51 PM IST

ભાવનગરઃ જિલ્લાના ઘોઘાના બાડી પડવા માઇનિંગને પગલે ફરી ખેડૂતો મેદાનમાં આવ્યા છે 12 ગામના ખેડૂતોએ કલેકટર કચેરીએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બાડી પડવા માઇનિંગ મામલે જમીન માટે ખેડૂતોની લડાઈ બાદ હવે ખેડૂતો ફરી ગૌચર મામલે મેદાનમાં આવ્યા છે.

ગૌચર જમીનમાં પણ માઇનિંગ કરવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે, માઇનિંગ કરતી કંપનીઓ બાડી, હોઈદડ અને મલેકવદર ગામની ગૌચર જમીન પર માઇનિંગ કરી રહ્યા છે. જો ગૌચર જમીન નહિ હોય તો ત્રણ ગામનું પશુધન શુ કરશે, આવા પ્રશ્ન સાથે આવેદન આપવામાં આવ્યું હતું.

ઘોઘાના બાડી પડવા માઇનિંગ મામલે કલેકટરને આવેદન

સરકાર સામે રોષ ઠાલવતા ખેડૂતોએ કહ્યું છે કે, ત્રણ ગામની હાલની 720 હેક્ટર જમીન પણ પશુધન પ્રમાણે ઓછી છે. છતાં માઈનિંગ કરીને જે છે એ જમીન લઈને ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.