ભાવનગર : મહાનગરપાલિકાની હદ બહારના 294 ઔદ્યોગિક એકમોને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી મોટાભાગનાં ઉઘોગો શરૂ થઈ ગયા છે. મહાનગરપાલિકાની હદની બહાર આવેલ 294 ઔદ્યોગિક એકમોને ઉત્પાદન કામગીરી કોરોના ફેલાય નહીં તેની શરતોને ઘ્યાને લઈને કરવા માટે પરવાનગી આપવામાં આવી છે.
જેમાં અલંગ શીપ બ્રકીંગ યાર્ડ માટે શીપ બ્રેકરોને પણ શરતો સાથે પરવાનગી આપવામાં આવી છે. જેને લઈને અલંગ યાર્ડમાં જે એકમોએ ઉત્પાદન શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેમણે થર્મલ ગન, સેનિટાઈઝેન , સ્ટેગર્ડ એન્ટ્રી અને એક્ઝીટ ટાઈમ, સોશિયલ ડિસ્ટન્સ , શ્રમિકોને પ્લોટમાં રહેવાની વ્યવસ્થા અથવા તેમના માટે વાહન વ્યવસ્થા જેવી શરતો સાથે અલંગ યાર્ડના 50% જેટલા એકમો શરૂ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત યાર્ડ ખાતે કામગીરી શરૂ કરવાની બાકી રહેતા પ્લોટોમાં થર્મલ ગન, સેનિટાઈઝેન, કામગીરી બાકી હોય તે પ્ર્યાપ્ત કરવા એસોસિએશન દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ મળતી માહિતી અનુસાર લોકડાઉન પહેલા જે શીપો સ્ક્રેપિંગ માટે આવ્યા હોય જે લોકડાઉનના કારણે મધદરિયે હોય તેના બિચિંગ બાબતે પણ એસોસિએશન દ્વારા સરકાર સાથે વાતચીત કરવામાં આવી રહી હોવાની માહિતી મળી રહી છે.