- જીવલેણ હુમલામાં આરોપીને 10 વર્ષની સજા કોર્ટે આપી છે
- ભાવનગર કોર્ટે ત્રણેયને કસૂરવાર ઠેરવી સજા આપી છે
- તલવાર અને પાઇપ જેવા તીક્ષ્ણ હથિયાર સાથે ઇજા પહોંચાડી જીવલેણ હુમલો કર્યો હતો
ભાવનગરઃ પાલિતાણામાં 2019માં થેયલા હુમલામાં આરોપીઓ સામે કોર્ટ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટે જીવલેણ હુમલાના બનાવમાં 3 આરોપીને 10 વર્ષની સજા આપી હતી.
આ પણ વાંચોઃ પાલિતાણા નગરપાલિકાની ચૂંટણીનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો
પાલિતણામાં બન્યો હતો 2019માં બનાવ
પાલિતાણામાં રહેતા ઘેટીરિંગ રોડ પરના મહેબૂબ ઉર્ફે અક્ષયભાઈ મહેતર ઉપર પૈસાની લેતીદેતી મામલે હુમલો થયો હતો. ઉછીના લીધેલા પૈસા સદામ ભટ્ટાને પરત આપ્યા હોવા છતાં અન્ય બે શખ્સો સાથે મળીને મહેબૂબ પર તલવાર અને પાઇપ જેવા તીક્ષ્ણ હથિયાર સાથે ઇજા પહોંચાડી જીવલેણ હુમલો કર્યો હતો. ઇજા પામેલા મહેબૂબભાઈની ફરિયાદ બાદ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચોઃ આણંદમાં 2013 ના દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સખત કેદની સજા