ETV Bharat / state

ભાવનગરમાં મ્યુકોરમાયકોસીસના 112 સારવાર હેઠળ અને 11 દર્દીઓના મોત

author img

By

Published : Jun 6, 2021, 5:28 PM IST

ભાવનગર શહેરમાં કોરોના પછી થયેલા મ્યુકોરમાયકોસીસ (MUCORMYCOSIS)ના દર્દીઓમાં સૌથી વધુ ગંભીર દર્દીઓની સંખ્યા 70 છે. જ્યારે કુલ 112 સર્જરી કરવામાં આવી છે. જયારે આજે પણ 112 દર્દીઓ સારવારમાં છે અને 11 જેટલા મૃત્યુ થયા છે.

ભાવનગર સરકારી હોસ્પિટલ
ભાવનગર સરકારી હોસ્પિટલ
  • ભાવનગરમાં મ્યુકોરમાયકોસીસના દર્દીઓ 100થી વધારે
  • ડાયાબીટીસ અને સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરનાર દર્દીઓની સંખ્યા વધુ
  • લક્ષણો દેખાતા હોસ્પિટલ સારા ડૉક્ટરને તપાસ કરાવવી જરૂરી

ભાવનગર : શહેરમાં મ્યુકોરમાયકોસીસ (MUCORMYCOSIS)ના દર્દીઓ 100ને પાર છે. ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં 112 દર્દીઓ સારવારમાં છે. મોટા ભાગે ડાયાબીટીસ અને સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરનાર દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી છે. સર્જરી કરી હોય તેવા આજદિન સુધીમાં 112 જેટલા કેસો છે. જેમાં 70 દર્દીઓ વધુ વધુ ગંભીર દર્દીઓ છે.
મ્યુકોરમાયકોસીસથી 11 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા
શહેરમાં કોરોનાના કેસ ઘટી ગયા છે. પરંતુ મોટા ભાગે ડાયાબીટીસ અને બીપી જેવા રોગોના દર્દીઓમાં મ્યુકોરમાયકોસીસ (MUCORMYCOSIS) રોગ ઘર કરી રહ્યો છે. ભાવનગર સરકારી હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો ભાવનગર સર ટી હોસ્પિટલમાં 112 કેસ આવેલા છે. જેમાં આજદિન સુધીમાં 112 મ્યુકોરમાયકોસીસ (MUCORMYCOSIS)ના દર્દીની સર્જરી કરવામાં આવેલી છે. શંકાસ્પદ દર્દી 5 છે અને નેગેટિવ 3 આવ્યા છે. જ્યારે આજદિન સુધીમાં 11 મૃત્યુ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : 40 દર્દીની સુરત સિવિલમાં 15 લાખની સારવાર નિઃશુલ્ક, પહેલાં ખાનગીમાં કરાવી હતી સારવાર

ડાયાબીટીસ અને બીપીના દર્દીઓએ કરેલા સ્ટેરોઇડ્સ જેવી દવા કારણભૂત

શહેરમાં 11 મૃત્યુ મ્યુકોરમાયકોસીસ (MUCORMYCOSIS) દર્દીના થયા છે. ત્યારે ખાસ કરીને કોરોના થયેલા ડાયાબીટીસ અને બીપીના દર્દીઓમાં કોરોના ગયા પછી આ રોગ ઘર કરી રહ્યો છે. કેટલાક કેસમાં કોરોના ન હોવા છતાં આવેલા કેસોમાં ડાયાબીટીસ અને બીપીના દર્દીઓએ કરેલા સ્ટેરોઇડ્સ જેવી દવા કારણભૂત છે.

આ પણ વાંચો : બ્લૅક ફંગસ: સુરત જ્યાં સૌથી વધું કેસ આવ્યાં એ શહેરના આંખોના ત્રણ ડૉકટરોને સાંભળો

સર ટી હોસ્પિટલમાં 112 દર્દીની સર્જરીમાં સૌથી વધુ ફેલાવો થયો

મ્યુકોરમાયકોસીસ (MUCORMYCOSIS)ના લક્ષણોમાં આંખો લાલ થવી, ભૂખ ન લાગવી જેવા લક્ષણો છે. ત્યારે લોકોએ લક્ષણો દેખાતા હોસ્પિટલ સારા ડૉક્ટરને તપાસ કરાવવી જરૂરી બની જાય છે. સર ટી હોસ્પિટલમાં 112 દર્દીની સર્જરીમાં સૌથી વધુ ફેલાવો મ્યુકોરમાયકોસીસ (MUCORMYCOSIS)નો થયો હોય તો તેવા 70 દર્દીઓ નોંધાયેલા છે. જેની સર્જરીમાં સૌથી વધુ સમય લાગ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.