ETV Bharat / state

Board Exam: વાંચન સમયે ચોકલેટ ખાવા બોર્ડના વિદ્યાર્થીઓને સલાહ, શિક્ષણવિદે્ આપી વિવિધ ટિપ્સ - શિક્ષણવિદની વિદ્યાર્થીઓને સલાહ

રાજ્યમાં બોર્ડની પરીક્ષા ટૂંક સમયમાં યોજાવાની છે. ત્યારે વિદ્યાર્થીઓ તૈયારીમાં વ્યસ્ત છે. આ સાથે જ વિદ્યાર્થીઓનો કપરો સમય ચાલી રહ્યો છે. જોકે, આવા સમયે વિદ્યાર્થીઓ ટેન્શન દૂર કરવા અને પરીક્ષામાં કઈ રીતે વાંચેલું યાદ રાખી શકે તે અંગે શિક્ષણવિદે્ વિશેષ સલાહ આપી હતી.

Board Exam: વાંચન સમયે ચોકલેટ ખાવા બોર્ડના વિદ્યાર્થીઓને સલાહ, શિક્ષણવિદે્ આપી વિવિધ ટિપ્સ

author img

By

Published : Mar 11, 2023, 10:03 PM IST

શિક્ષણવિદની વિદ્યાર્થીઓને સલાહ

ભાવનગરઃ રાજ્યમાં અત્યારે બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વિદ્યાર્થીઓ રાતદિવસ ઊંધું માથું નાખીને વાંચવા બેસી ગયા હશે, પરંતુ ETV BHARAT તમને તમારા વાંચન, ખોરાક અને પરીક્ષાના સમયે પેપર લખતી વખતે યાદ કરવા માટેની એક ટ્રીક બતાવવા જઈ રહ્યું છે. જોકે, આ ટ્રીક એક શિક્ષણવિદે્ પોતાના મતે રજૂ કરી છે. આ પરીક્ષાના સમયમાં કેમ રહેવું જોઈએ તે પણ શીખી લો.

આ પણ વાંચોઃ Board Exam: બોર્ડની પરીક્ષા અંગે ચિંતામાં રહેનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મનોચિકિત્સકે આપી ટિપ્સ

બોર્ડ પરીક્ષા પગલે કેમ રેહવું જોઈએ શીખોઃ સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીને પગલે વિદ્યાર્થીઓ રાતદિવસ વાંચન કરી રહ્યા છે. ત્યારે ભાવનગરના શિક્ષણવિદે્ ડોક્ટર ઓમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હાલમાં બોર્ડની પરીક્ષાને લઈને ઘણા લોકોએ ખૂબ જ અલગઅલગ વિદ્યાર્થીઓ માટે સમજણો આપી હશે. તેના પગલે વિદ્યાર્થીઓ પણ કોનું માનવું અને કોનું નો માનવું તે અસમંજસ હશે, પરંતુ હું એટલું જ કહેવા માગીશ કે, હળવાશપૂર્વક રહેવું જોઈએ અને પોતાનું સમયપત્રક પણ હળવાશપૂર્વક રાખવું જોઈએ, જેથી કરીને માનસિક તાણ ઉભી ના થાય.

દિવસ દરમિયાન પત્રકમાં શુ હોવું જોઈએ જાણોઃ બોર્ડની પરીક્ષાને પગલે અલગઅલગ આવેલી ટિપ્સ અને સમજણોની વચ્ચે શિક્ષણવિદે ડૉક્ટર ઓમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દિવસના બનાવેલા સમય પત્રકમાં વાંચન, ભોજન, પ્રાણાયામ, મિત્રો માટે કલાકોનો સમય દૂર કરીને મિનીટોમાં લાવવો જોઈએ. તેમ જ થોડુંઘણું મનોરંજન પણ કરતા રહેવું જોઈએ. આ સાથે અનેક રમતો જેમાં રસ હોય તેને નિહાળવી જોઈએ. અથવા તો તેને માણવાનો પ્રયાસ કરવો જોઈએ. સાથે ખાવાપીવામાં પણ જે અનુકૂળ ખોરાક હોય તેને લેવામાં આવે તો વધુ સારું રહેશે. જોકે, તબીબો દ્વારા પરીક્ષા ટાણે સ્ટ્રીટફૂટ ન લેવાની સૂચન છે તેનું જો પાલન થતું હોય તો કરતા રહેવું જોઈએ.

ચોકલેટથી વિદ્યાર્થીઓને ફાયદો
ચોકલેટથી વિદ્યાર્થીઓને ફાયદો

વિદ્યાર્થીઓમાં 2 પ્રકારની સ્કિલ હોય જો બન્ને મળે તોઃ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા 2 પ્રકારની સ્કિલ તેનામાં રહેલી હોય છે. ત્યારે ડૉક્ટર ઓમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીમાં ઑડિયો લર્નર અને વીડિયો લર્નર હોય છે. આ 2 સ્કિલમાં વિદ્યાર્થીઓએ ખાસ કરીને જે વાંચતા જાય છે. તેને લખતા પણ જતા જવું જોઈએ. એટલે તેને આકૃતિમાં બદલતા જવું જોઈએ, જેથી કરીને વાંચન અને લેખનથી તેમને ઘણો ફાયદો થશે. આથી વિદ્યાર્થીઓએ પેપરની તૈયારીમાં ઑડિયો લર્નર અને વીડિયો લર્નર તરીકેની ભૂમિકા ભજવતા રહેવું જોઈએ.

આ પણ વાંચોઃ Board Exam: ધોરણ 12ના વિધાર્થીઓની અગ્નિ પરીક્ષા, કોરોનામાં ધોરણ 10માં મળ્યું હતું માસ પ્રમોશન

કોગળા કરવાથી યાદ આવે અને ચોકલેટના ફાયદા પેપર લખવાના સમયે કેમઃ અત્યાર સુધી વાત આપણે વાંચન, ભોજન, મિત્ર, મનોરંજન અને રમતોની કરી, પરંતુ અંતમાં પરીક્ષા આપતા સમયને લઈને ડૉક્ટર ઓમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને વાંચનના સમયે ડાર્ક ચોકલેટ ખાતા રહેવું જોઈએ. સાથે જ પાણી પીતા રહેવું અને લીંબુ શરબત પણ સમયાંતરે લેતા રહેવું જોઈએ. બીજું જ્યારે પેપર આપવા જઈએ. ત્યારે પોતાની બેઠકની આસપાસ ચકાસણી કરી લેવી જોઈએ. પેપર આપતા સમયે યાદ કરવા માટે મોઢામાં કોગળા (Gargle) કરતા રહેવું જોઈએ. કોગળા કરીને તે પાણી પી જવું જોઈએ અને પછી તરત ડાર્ક ચોકલેટ ખાવાથી બ્રેઈનસેલ રિફ્રેશ થાય છે. ગાર્ગલ કરવાથી બ્રેઈન સેલ રિફ્રેશ થાય છે તે વૈજ્ઞાનિક તારણ છે. ગાર્ગલ કરવાથી બ્રેઈનમાં પડેલું કંઈક સ્ટોરેજ પુનઃજાગૃત બને છે. આમ, કરવાથી વિદ્યાર્થીઓ પેપર લખવાના સમયે ક્યાંક ભૂલાઈ ગયેલું યાદ કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.