ભરૂચઃ શહેરમાં આવેલા વિવિધ બેંકમાં લોકો કામ અર્થે જાય છે. જો કે, મહામારીના સમયમાં પણ વિવિધ બેંક સોશિયલ ડીસ્ટનસિંગના ધજાગરા ઉડી રહ્યા છે.
બેંકમાં લોકો એકબીજાની નજીક જ ઉભા રહે છે અને બેંક બહાર લાંબી લાઈન લાગે છે. કેટલીક બેંકમાં સેનેટાઈઝેશરની વ્યવસ્થા તો કરવામાં આવી છે પરંતુ અન્ય કોઈ જ તકેદારી રાખવામાં ન આવતા લોકોના જીવને જોખમ ઉભું થઇ રહ્યું છે. ત્યારે તંત્ર બેંકમાં પણ નીતિ નિયમોનું પાલન કરાવે એ જરૂરી છે.