ETV Bharat / state

જંબુસરમાં આદિવાસીઓએ ન્યાય મેળવાવા નનામી કાઢી વિરોધ નોંધાવ્યો - The tribesmen protested in Jambusar

જંબુસરઃ નડિયાદ ગામે આદિવાસીઓની જમીન અને દબાણનો વિવાદ સામે આવ્યો છે. જેમાં આદિવાસીઓ પોતાની જમીન બચાવવા માટે અનોખું વિરોધ પ્રદર્શન કર્યુ હતું. સાથે જમીનના હક મેળવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું.

jambusar
જંબુસર
author img

By

Published : Jan 9, 2020, 8:31 PM IST

નડિયાદ ગામમાં આદિવાસીઓએ જીવતા વ્યક્તિની નનામી કાઢીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. જેના વિશે વાત કરતાં આદિવાસીઓએ જણાવ્યું હતું કે, " તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. આદિવાસીઓ મોટા ભાગે અભણ છે. જેનો ફાયદો ઉઠાવીને સરપંચે તેમની જમીન પચાવી પાડી છે. હવે તેમની પાસે સ્મશાનની પણ જમીન નથી. એટલે અમે અમારી વાત તંત્ર સામે મૂકવા માટે નનામી કાઢી છે. "

જંબુસરમાં જમીન અને દબાણના વિવાદ સામે આદિવાસીઓનું અનોખું વિરોધ પ્રદર્શન

આમ, આદિવાસીઓએ પોતાનો હક મેળવવા માટે કલેક્ટર કચેરી બહાર વિરોધ નોંધાવ્યો હતો. સાથે પોતાની માગ વહેલી તકે પૂરી કરવા માટે આવેદન આપ્યું હતું.

Intro:-જંબુસર તાલુકાના નડીયાદ ગામે આદિવાસીઓની જમીન અને દબાણનાં વિવાદ સામે આદિવાસીઓનું અનોખું વિરોધ પ્રદર્શન
-આદિવાસીઓ પાસે સ્મશાનની જમીન પણ બચી ન હોવાના આક્ષેપ સાથે જીવિત વ્યક્તિને નનામી પર સુવડાવી કલેકટર કચેરીમાં વિરોધ નોધાવાયો
Body:જંબુસર તાલુકાના નડીયાદ ગામે આદિવાસીઓની જમીન અને દબાણનાં વિવાદ સામે આદિવાસીઓ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરાયું હતું. આદિવાસીઓ પાસે સ્મશાનની જમીન પણ બચી ન હોવાના આક્ષેપ સાથે જીવિત વ્યક્તિને નનામી પર સુવડાવી કલેકટર કચેરીમાં વિરોધ નોધાવાયો હતો Conclusion:જંબુસર તાલુકાના નડીયાદ ગામના આદિવાસીઓ દ્વારા આજરોજ કલેકટર કચેરી પર અનોખું વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.આદિવાસી સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેઓની અભણતા અને અજ્ઞાનતાનો લાભ લઇ ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા આદિવાસીઓના સમશાન પર પણ કબજો કરી લેવામાં આવ્યો છે આથી જીવિત વ્યક્તિને નનામી પર સુવડાવી વિરોધ નોધાવવામાં આવ્યો હતો.આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં વિકાસના કામો પણ ન કરાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ બાબતે ન્યાયની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે
બાઈટ
વિજય વસાવા-આગેવાન,આદિવાસી સમાજ
જે.ડી.પટેલ-અધિક કલેકટર ભરૂચ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.