ભરૂચઃ જિલ્લાના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા IDFC ફર્સ્ટ બેંક ATMમાંથી લાખો રૂપિયાની ચોરી થઇ હતી. ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક મધુરમ પાર્ટી પ્લોટ સામે IDFC ફર્સ્ટ બેન્કનું ATM આવેલું છે.
આ ATMમાંથી તારીખ 4 માર્ચના રોજ લાખો રૂપિયાની ચોરી થઇ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. બેંક સત્તાધીશોએ આ અંગે પોલીસને જાણ કરતા C-ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી.
ATMમાં રૂપિયા 16 લાખ ડીપોઝીટ કરાયા બાદ 2 ATMમાં ગુપ્ત પાસવર્ડ નાખી રૂપિયા 500ના દરની 16 લાખની ચલણી નોટની ચોરી થઇ હતી. મહત્વપૂર્ણ વાતએ છે કે, ATMમાં રૂપિયા ડીપોઝીટ કરાવવા માટે ગુપ્ત પાસવર્ડ બેંકના અધિકારી કે કર્મચારી પાસે જ હોય છે. ત્યારે આ સમગ્ર મામલામાં કોઈ જાણ ભેદુનો હાથ હોવાની શક્યતા નકારી શકાતી નથી. હાલ C-ડીવીઝન પોલીસે ATMના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.