ETV Bharat / state

અંકલેશ્વરમાં વધ્યુું પ્રદૂષણનું પ્રમાણ, એર ક્વોલિટી ઇન્ડેક્ષ 3 દિવસથી 300ને પાર - Bharuch news

એશિયાની સૌથી મોટી કેમિકલ વસાહત તરીકે નામના પ્રાપ્ત અંકલેશ્વરમાં દિવસે ને દિવસે પ્રદૂષણના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. સતત 3 દિવસથી એર ક્વોલિટી ઇન્ડેક્ષ પર પ્રદૂષણનું પ્રમાણ રેડ ઝોનમાં પહોંચ્યુ હતુ. સતત 3 દિવસથી આ આંક 300 પર જોવા મળી રહ્યો છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતની નામના મેળવવાની સાથે સાથે પ્રદૂષણમાં પણ અંકલેશ્વર અવ્વલ નંબર પર સમયાંતરે નોંધાતું રહ્યું છે. અંકલેશ્વરના કેટલાક બેજવાબદાર ઉદ્યોગોના કારણે જળ, જમીન તેમજ હવા દુષિત થઇ રહ્યા છે.

Bharuch
Bharuch
author img

By

Published : Jan 8, 2021, 2:03 PM IST

  • અંકલેશ્વરમાં સતત પ્રદૂષણમાં વધારો
  • એર ક્વોલિટી ઇન્ડેક્ષ પર પ્રદૂષણનું પ્રમાણ રેડ ઝોનમાં પહોંચ્યુ
  • એર ક્વોલીટી ઇન્ડેક્ષનું પ્રમાણ 310 નોંધાયું

અંકલેશ્વર: એશિયાની સૌથી મોટી કેમિકલ વસાહત તરીકે નામના પ્રાપ્ત અંકલેશ્વરમાં દિન પ્રતિદિન પ્રદૂષણનાં પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. સતત 3 દિવસથી એર ક્વોલિટી ઇન્ડેક્ષ પર પ્રદુષણનું પ્રમાણ રેડ ઝોનમાં પહોંચ્યુ હતું. સતત 3 દિવસથી આ આંક 300 ઉપર જોવા મળી રહ્યો છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતની ખ્યાતિ મેળવવાની સાથે સાથે પ્રદૂષણમાં પણ અંકલેશ્વર પ્રથમ નંબર પર સમયાંતરે નોંધાતું રહ્યું છે. અંકલેશ્વરના કેટલાક બેજવાબદાર ઉદ્યોગોના કારણે જળ, જમીન તેમજ હવા દુષિત થઇ રહ્યા છે.

Bharuch
અંકલેશ્વરમાં પ્રદુષણની માત્રા વધી

અંકલેશ્વરમાં પ્રદૂષણનું પ્રમાણ 310 નોંધાયું

આજે અંકલેશ્વરમાં પ્રદૂષણનું પ્રમાણ 310 નોંધાયું હતું. જેમાં જોખમી તત્વો ખુબ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા. પી.એમ. 2.5 નું પ્રમાણ 310 , PM- 10 નું પ્રમાણ 165, નાઈટ્રોજન ડાયોક્સાઈડ 9, SO2 નું પ્રમાણ 51 નોંધાયું હતું. એર ક્વોલિટી ઇન્ડેક્ષનો આંકડો સામાન્ય રીતે 100ની નીચે હોવો જોઈએ. જે 310 ને પાર પહોચ્યો છે. અંકલેશ્વર GIDC વિસ્તારમાં પ્રદૂષિત હવાના કારણે અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આસપાસના ગામોમાં પણ પ્રદૂષણને કારણે લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ માટે યોગ્ય પગલા ભરે તે જરૂરી છે.

Bharuch
અંકલેશ્વર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.