આ ગ્રહણને ભાવનગર પણ આંશિક દેખાયું હતું. આ સુર્યગ્રહણને વિજ્ઞાનિક અને સુરક્ષિત રીતે નિહાળવા માટે ગુજકોસ્ટ આયોજિત કલ્યાણ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભાવનગરમાં તખતેશ્વર મંદિર અને નારી ગામ પાસે પ્રાદેશિક વિજ્ઞાન મ્યૂઝિયમ ખાતે સૂર્યગ્રહણ નિહાળવા માટે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંસ્થા દ્વારા લોકો સુર્યગ્રહણનું દૂરબીન, સોલાર ફિલ્ટર્સ, પિન-હોલ કેમેરા, તેમજ યુટ્યુબ અને ફેસબુક પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નિહાળવા માટે શાળાના બાળકો, કોલેજના યુવક યુવતીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને એક ખગોળીય ઘટના નિહાળી રોમાંચિત થયા હતા. તખતેશ્વર મંદિર કે, જ્યાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ સહિત વડીલો પણ આ ઘટના નિહાળવા આવ્યા હતા.