- પટેલ વેલફેર હોસ્પિટલને તંત્ર દ્વારા ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરાઇ
- તંત્રની પૂર્વ મંજૂરી અને બી. યુ. સર્ટિફિકેટ વગર નવા બિલ્ડીંગમાં હોસ્પિટલ શરૂ કરી
- ખાલિદ ફાંસીવાલા સહિતના ટ્રસ્ટીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો
ભરૂચ : જંબુસર ચોકડી નજીક આવેલી પટેલ વેલફેર હોસ્પિટલને ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. જેમાં ગત તારીખ 1લીમેની રાત્રિએ ICU વિભાગમાં આગ ફાટી નીકળી હતી. ત્યારે ત્યાં સારવાર લઈ રહેલા 16 દર્દી સહિત કુલ 18 લોકોના મોત થયા હતા. આ મામલે તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી. જોકે, આ મામલામાં હવે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો :AAPના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પટેલ વેલફેર હોસ્પિટલની મુલાકાત લીધી
જૂની બિલ્ડીંગમાં ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મંજૂરી અપાઇ હતી
ભરૂચ વિભાગીય પોલીસ વડા વિકાસ સુંડાએ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર ધી બોમ્બે પટેલ વેલફેર હોસ્પિટલનના સંચાલકોને જૂની બિલ્ડીંગમાં ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી. સંચાલકોએ તંત્રની પૂર્વ મંજૂરી અને બી. યુ. સર્ટિફિકેટ વગર નવા બિલ્ડીંગમાં હોસ્પિટલ શરૂ કરી હતી.
આ પણ વાંચો :ભરૂચ: પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરુદ્ધ કરવામાં આવી ફરીયાદ
હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે ફરિયાદ નોંધાઇ
ફાયર સેફ્ટી અંગેના કોઈ પણ પગલા લેવાયા ન હતા. જેના પગલે હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 18 લોકોના મોત થયા હતા. આ મામલે હોસ્પિટલના ટ્રસ્ટી ખાલિદ ફાંસીવાલા સહિતના ટ્રસ્ટીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અગ્નિકાંડમાં ગુનો દાખલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.