ભરૂચ: ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે રોડ પર ભીખ માગી જીવતા જન્મથી મૂકબધિર યુવકની માતાનું અવસાન થતાં પતરાની લારીમાં પોતાની માતાનો મૃતદેહ 7 કિલોમીટર સુધી ખેંચીને સ્મશાને લઈ ગયો હતો. યુવક મૂકબધિર હોવાને લીધે પોતાની માતાના અવસાનની કોઈને વાત ન કરી શક્યો નહીં.
સ્મશાને કરુણ દૃશ્યો સર્જાયા
યુવક મૂકબધિર (Dumb deaf youth of Bharuch) હોવાને કારણે ન તો કાંઈ બોલી શકતો કે ન તો કોઈને સમજાવી શકતો તેવી ઘણી સમસ્યાઓ તેની સામે હતી. આ તેના માટે એક કસોટી સમાન સમય હતો. છેવટે કોઈ મદદ ન મળતા જે લારી પર ભીખ માગતો તે જ લારી પર પોતાની માને સુવડાવી એકલા જ લારી ખેંચી સ્મશાન સુધી લઈ જવા નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તા પર તેને અનેક લોકો મળ્યા પણ એ કોઈને કંઈ સમજાવી શક્યો નહીં.
માતાની ચિતાને અગ્નિદાહ આપી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો પુત્ર
આખરે કોઈ રાહદારી દ્વારા સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીને ફોન કરવામાં આવતા તેઓ તાત્કાલિક મૂકબધિર યુવકની વ્હારે દોડી આવ્યા હતા. તેમણે લારી અને મૃતદેહને કોવિડ સ્મશાન ખાતે લઈ જઈ મૂકબધિરને સાંત્વના આપી હતી. જે બાદ હિન્દૂ શાસ્ત્ર પ્રમાણે હિન્દૂ રિવાજ મુજબ કફન સામગ્રી મગાવી મૂકબધિર યુવકના હાથે તેની માતાની અગ્નિ સંસ્કારની વિધિ કરાવી હતી. યુવક પોતાની માતાની ચિતાને અગ્નિદાહ આપી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.
આ પણ વાંચો: Earthquake Strikes off Japan : જાપાનના ઓગાસાવારા ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 6.3ની તીવ્રતા
આ પણ વાંચો: India-China border standoff : ચીને લદ્દાખની સામે 60 હજાર સૈનિકો તૈનાત કર્યા, ભારત પણ જડબાતોડ જવાબ આપવા તૈયાર