નેત્રંગના ચાર રસ્તા પાસેના સરકારી રેસ્ટ હાઉસ નજીક રહેતા 40 વર્ષીય અબ્દુલ રઝાક ઇબ્રાહિમ કાગઝી કંબોડીયા ગામે રહેતી પ્રેમિકાના ઘરે ગયા હતા. ત્યારે પ્રેમ સંબંધની રીસ રાખી પ્રેમિકાના પતિ રાયસિંગ વસાવાએ આવેશમાં આવી પ્રેમી પર પાવડાથી હુમલો કર્યો હતો. જેમાં પ્રેમીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં નેત્રંગ પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.