ભરૂચ : લોકડાઉનમાં કપરો સમય વિતાવી રહેલા પરપ્રાંતીય શ્રમીકો માટે ભારતીય રેલ્વે આશીર્વાદ રૂપ સાબિત થયું છે. પરપ્રાંતીયો વતન જવા માટે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઇ રાજ્યોમાં સ્પેશિયલ ટ્રેન દોડાવીને તેમને તેમના વતન પરત મોકલવામાં આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતીયોને તેમના વતન પહોચાડવા માટે તંત્ર દ્વારા ભરૂચ અને અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતેથી અત્યાર સુધી કુલ 9 ટ્રેન ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ ખાતે દોડાવવામાં આવી હતી.
અત્યાર સુધીમાં કુલ 12,113 પરપ્રાંતિયોને તેમના વતન પરત મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે તંત્ર દ્રારા તમામ 12,113 પરપ્રાંતીયોનું રૂપિયા 82.36 લાખનું ભાડું પણ રેલ્વેને ચુકવવામાં આવ્યું હતું.