ધોધમાર વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં ઉત્તરોત્તર વધી થઈ રહ્યો છે. બુધવારના રોજ નદીની સપાટી 24 ફૂટથી 32 ફૂટ સુઘી પહોંચી છે, ત્યારે શહેરના દાંડિયા બજાર, ફુરજા સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં. તેમજ દાંડિયા બજાર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વેપાર રોજગારને વ્યાપક અસર પહોંચી હતી. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આમ, છેલ્લા બે દિવસથી વરસી રહેલાં ધોધમાર વરસાદના કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં 2500થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત NDRF અને SDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે. આમ, લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.