ભરૂચઃ આમોદના ઇખર ગામેથી કોરોના વાઇરસના ચાર પોઝીટીવ કેસ નોંધાતા આસપાસનો સાત કી.મી.નો ત્રિજ્યાનો વિસ્તારને કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયો છે અને 12 ગામની હદ 23 એપ્રિલ સુધી સીલ કરવામાં આવી છે.
આમોદનાં ઇખર ગામેથી તમિલનાડુનાં ચાર વ્યક્તિઓનાં કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ એલર્ટ થઇ ગયું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાએ મહત્વનું જાહેરનામું બહાર પાડી ઇખર ગામની આસપાસનો સાત કી.મી.ની ત્રિજ્યાનો વિસ્તારને કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયો છે.
આ એરિયામાં આવતા આમોદના ઓરછણ, સુથોદરા, તલોદ, માતર, દાંડા, દોરા, કોઠી, કરેણા તો ભરૂચ તાલુકાના કંબોલી, સીમલિયા, કિસનાડ અને પાલેજ ગામની હદને 23 એપ્રિલ સુધી સીલ કરવામાં આવી તો બીજી તરફ સમગ્ર ઇખર ગામને ક્લસ્ટર કોરેન્ટાઈન જાહેર કરવામાં આવતા ગામના કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકશે નહિ અને બહાનો કોઈ વ્યક્તિ ગામમાં પ્રવેશી શકશે નહીં