ETV Bharat / state

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગ લાગતા દોડધામ

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગ લાગતા દોડધામ મચી હતી. અગાઉ લાગેલી આગના પગલે કંપનીનો પ્લાન્ટ બંધ હાલતમાં હતો. જો કે કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન ફરી એકવાર આગ ફાટી નીકળી હતી.

dahej chemical company in fires
દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગ
author img

By

Published : Aug 22, 2020, 3:34 PM IST

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગ લાગતા દોડધામ

  • અગાઉ લાગેલી આગમાં 12 લોકોના મોત થયા હતા
  • ક્લોઝર નોટીસના પગલે પ્લાન્ટ બંધ હતો
  • કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન ફરી એકવાર આગ ફાટી નીકળી

ભરૂચઃ જિલ્લાના દહેજ ઓદ્યોગિક વસાહતમાં આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ગત તારીખ 3 જૂનના રોજ યશસ્વી રસાયણ કંપનીમાં ફાટી નીકળેલી આગમાં 12 લોકોના મોત થયા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા કંપનીને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી હતી.

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગ
દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગ લાગતા દોડધામ

જેના કારણે કંપનીનો પ્લાન્ટ બંધ હાલતમાં હતો. જો કે, શનિવારના રોજ કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન ફરી એકવાર આગ ફાટી નીકળી હતી અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેના પગલે એક તબક્કે ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.