- પાનોલી GIDCમાં આવેલી સિડની ફોર્મ્યુલેશન કંપનીમાં આગની ઘટના
- ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળે
- રસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
- આગ પર મેળવાયો કાબૂ
અંલેશ્વર: પાનોલી GIDCની સિડની ફોર્મ્યુલેશન કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. ૬ ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
પાનોલી GIDCમાં આવેલી સિડની ફોર્મ્યુલેશન કંપનીમાં લાગી આગ
અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી સિડની ફોર્મ્યુલેશન કંપનીમાં બપોરના સમયે રસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન એકાએક આગ ફાટી નીકળી હતી.જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ચપેટમાં કંપનીનું ગોડાઉન પણ આવી ગયું હતું અને આગ વિકરાળ બની હતી.ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
પાનોલી GIDCમાં આવેલી સિડની ફોર્મ્યુલેશન કંપનીમાં બપોરના સમયે રસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નહીં
અંકલેશ્વર DPMCના ૬ જેટલા ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ તરફ અંકલેશ્વર તાલુકા પોલીસ,ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી અને તપાસ ચલાવી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી.