ETV Bharat / state

ભરૂચના ગેલાની તળાવ માટી ધસી પડતા બે કામદાર દટાયા - laborers were crushed

ભરૂચના ગેલાની તળાવ પાસે નગરપાલિકાના પાણીના (Bharuch Municipality)કામ દરમિયાન માટી ધસી પડતા કામ કરી રહેલા નીચે દબાઈ ગયા હતા. નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરતાં ફાયરની ટીમ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. બન્ને કામદારોને સારવાર (Two workers beaten in Bharuch)અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ભરૂચના ગેલાની તળાવ માટી ધસી પડતા બે કામદાર દટાયા

author img

By

Published : Jun 21, 2022, 4:33 PM IST

ભરૂચ: ગેલાની તળાવ પાસે નગરપાલિકાના પાણીના કામ દરમિયાન માટી ધસી (Bharuch Municipality)પડતા કામ કરી રહેલા બે કામદારો માટીની નીચે દબાઈ ગયા હતા. આ કામદારોને બચાવવા માટે ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ભર્યું હતું. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી તળાવ નજીક જી.યુ.ડી.સી પાણીની પાઇપલાઇનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન 10 ફૂટ ઊંડી ખોદેલી (Two workers beaten in Bharuch)લાઈનમાં કામ કરી રહેલા કામદારો ઉપર માટીની મોટી ભેખડ ધસી પડતા બે કામદારો દબાઈ જતા તેઓને હેમખેમ રેસ્કયુ કરી બહાર કાઢી સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

તળાવ

આ પણ વાંચોઃ તાતીથૈયાના કેપનીમાં ગરમ પાણીની પાઇપલાઇનનું ઢાંકણ ખૂલી જતાં 5 કામદારો દાઝ્યા

કામ કરી રહેલા કામદારો દટાયા - ગેલાણી તળાવ નજીક જી.યુ.ડી.સીની પાઇપ લાઇનની કામગીરી ચાલી રહી છે. સવારના સમયે પાઇપલાઇન માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને પાઈપ લાઈન નાખવા માટે 10 ફૂટ ઊંડું ખોદી તેમાં નીકળેલી માટી સાઇડ ઉપર એકત્ર કરવામાં આવી હતી તે દરમિયાન 10 ફૂટ ઊંડું ખોદકામ દરમિયાન ઉપર રહેલી માટીની મોટી ભેંખડનો જથ્થો અચાનક ધસી પડતા ગટરના ખોદકામના સ્થળે કામ કરી રહેલા કામદારો પૈકી બે કામદારો સુરેશભાઈ વસાવા,પવનભાઈ વસાવા દબાઈ ગયા હતા.

આ પણ વાંચોઃ દિવાળી પહેલા જ ગામમાં છવાયો માતમ, માટીનો ટેકરો ધરાશાયી થતા 8 લોકો દટાયા - 2ના મોત

સારવાર અર્થે ખસેડવામાં આવ્યા - આ દ્રશ્ય જોઇ અન્ય કામદારોએ બૂમાબૂમ કરી મૂકતા આજુબાજુના લોકો દોડી આવી નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરતાં ફાયરની ટીમ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. માટી નીચે દબાયેલા બે કામદારોને હેમખેમ બહાર કાઢવાના પ્રયાસો કરતાં બેભાન અવસ્થામાં બન્ને કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.