ભરૂચઃ જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2283 પર પહોંચી છે.
ભરૂચ જિલ્લામાં આજે કોરોનાના 20 પોઝિટિવ કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2283 પર પહોંચી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. કોરોનાના કારણે એક પછી એક લોકો સંક્રમિત થઇ રહ્યા છે, તો બીજી તરફ સારવાર બાદ દર્દીઓ સાજા થવાનો રેશિયો પણ સારો છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં 86 ટકા દર્દીઓ સાજા થતા તેમને રજા આપવમાં આવી છે.