ભરૂચઃ કોરોના વાઈરસના વધી રહેલ સંક્રમણ વચ્ચે રાહતના સમાચાર પણ મળી રહ્યા છે. જંબુસરના દેવલા ગામનો 1 અને આમોદના ઇખર ગામના 2 જમાતીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ-19 જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ તેઓના રિપોર્ટ નેગેટીવ આવતા ઓબ્ઝર્વેશન માટે શહેરની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે હવે સંપુર્ણ રીતે સ્વસ્થ થતા તાળીઓના ગડગડાટ સાથે રજા આપવામાં આવી હતી સાથે જ દુઆ પણ પઢવામાં આવી હતી.
કોરોનાના 3 દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.