ETV Bharat / state

ધડાકા બાદ ધુમાડાંના ગોટેગોટા,દહેજની કંપનીમાં બ્લાસ્ટ થતા 20 શ્રમિક ઈજાગ્રસ્ત 3 ગંભીર - ભારત કેમિકલ કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ

દહેજની કંપનીમાં મોટો બ્લાસ્ટ (Boiler Blast in Company) થતા નાસભાગ મચી ગઈ હતી. દૂર દૂર સુધી ધૂમાડાં જોવા મળ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર હેતું ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. એગ્રો કેમિકલ્સ અને પેસ્ટિસાઈડ્સ (Agro Chemicals And Pesticide) કંપનીની સાઈટમાં આ બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક રીપોર્ટ અનુસાર કંપની સાઈટમાં બોઈલર (Boiler Blast in Company) ફાટતા આગ લાગી ગઈ હતી. જેમાં 15 શ્રમિકો દાઝ્યા હતા.

દહેજની કંપનીમાં મોટો બ્લાસ્ટ, અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થતા ઓહાપો

author img

By

Published : May 17, 2022, 6:32 PM IST

Updated : May 17, 2022, 10:07 PM IST

દહેજ: દહેજ ખાતે આવેલી ભારત કેમિકલ કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ (Fire Accident with Blast) થતા દોડધામ મચી ગઈ હતી. વિસ્ફોટને કારણે આગ લાગતા દૂર દૂર સુધી ધૂમાડાંના ગોટેગોટા જોવા મળ્યો હતા. ધડાકાને કારણે આસપાસના ગામમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે. બ્લાસ્ટનો પ્રચંડ અવાજ આસપાસના ગામ સુધી પડઘાયો હતો. આ ઘટનામાં કુલ 15થી વધારે શ્રમિકો દાઝી (More than 15 Worker Burn) જતા સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં (Treatment in Private Hospital) ખસેડાયા છે. એગ્રો કેમિકલ્સ અને પેસ્ટિસાઈડ્સ (Agro Chemicals And Pesticide) કંપનીની સાઈટમાં આ બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક રીપોર્ટ અનુસાર કંપની સાઈટમાં બોઈલર (Boiler Blast in Company) ફાટતા આ સમગ્ર ઘટના બની હતી.

ધડાકા બાદ ધુમાડાંના ગોટેગોટા,દહેજની કંપનીમાં બ્લાસ્ટ થતા 20 શ્રમિક ઈજાગ્રસ્ત 3 ગંભીર

આ પણ વાંચો: ભરૂચ નગર સેવા સદનનો નવતર અભિગમ, શાકમાર્કેટમાં પહોંચી વેપારીઓને મૂકી રસી

દહેજ ધણધણી ઊઠ્યું: દહેજની ભારત રસાયણ કંપનીમાં બપોરના સમયે ઉત્પાદન પ્રક્રિયા ચાલું હતું. એ સમયે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટને કારણે દહેજ ધણધણી ઊઠ્યું હતું. થોડા સમય માટે કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. શ્રમિકોમાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ગ્રામજનો પણ બ્લાસ્ટના અવાજને કારણે ફફડી ગયા હતા. બ્લાસ્ટ અને આગની ઘટના બનતા જિલ્લા ફાયર વિભાગને ફોન કરાયો હતો. આ સાથે જુદી જુદી કંપનીના ફાયર ફાઈટર્સ અને એમ્બ્યુલન્સ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઈમરજન્સીનો માહોલ: અચાનક બ્લાસ્ટને કારણે ઔદ્યોગિક વસાહત ધ્રુજી ઊઠતા લોકોમાં ફફડાટ અનુભવાયો હતો. ઈન્ડસ્ટ્રીયલ સેફિટ વિભાગ, GPCB, પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. એક પછી એક આવતી એમ્બ્યુલન્સના અવાજથી ઈમરજન્સીનો માહોલ જોવા મળ્યો હતો. ઇજાગ્રસ્ત કામદારોને ભરૂચ સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો: ભરૂચના કબીરવડ ખાતે નર્મદા નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા

15 થી વધુ શ્રમિક ઇજાગ્રસ્ત: 6 થી 8 જેટલી એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવતા એમ્બ્યુલન્સમાં જ તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાઈ હતી. જ્યારે 10 જેટલા ફાયર ટેન્કર ધસી આવતા પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. જોકે સમયાંતરે ધડાકા સાથે વિકરાળ બનેલી આગ દૂર દૂરથી જોઈ શકાય એમ હતી. આકાશમાં ધુમાડાંના ગોટેગોટાથી ભયાવહ દ્રશ્ય જોવા મળ્યું છે. ઘટના સ્થળથી 3 થી 4 કિલોમીટર દૂર સુધી આગની જ્વાળા જોવા મળતી હતી. આ ઘટનામાં 15 થી વધુ શ્રમિક દાઝી ગયા હતા. તમામને વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કુલ ત્રણ શ્રમિકોની સ્થિતિ વધારે ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Last Updated : May 17, 2022, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.