ભરૂચ: મોટાભાગના લોકો રોજગારી હેતુથી દેશની બહાર જતા હોય છે. લોકો વધુ વેતન મેળવવા દેશવિદેશમાં જઈને વસતા હોય છે પણ એવામાં લોકોની સુરક્ષાને લોકો ગંભીર પરિસ્થતિનો શિકાર થતા હોય છે. એવામાં એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં શહેરના ટંકારીયા ગામના(Bharuch Tankariya Village) બે સગાઓ ભાઈઓ પર આફ્રિકામાં ગોળીબાર(Shooting Incident Africa) થયો હતો.આ ઘટનામાં એક ભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. જેને કારણે સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
આ પણ વાંચો: બિહારમાં બે જૂથ્થો વચ્ચે થયો ગોળીબાર, વીડિયો થયો વાયરલ
સ્વજનોની સુરક્ષાને લઈ ચિંતીત - ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં યુવાનો આફ્રિકાના દેશોમાં રોજગારી જઈને વસતા હોય છે. ભરૂચ જિલ્લાના બે સાગા ભાઈઓ ઉપર દક્ષિણ આફ્રિકાના વેન્ડા નજીક(Venda South Africa) ફાયરિંગની ઘટના(Firing Incident in Venda Africa) સામે આવી છે. જે ગોળીબારમાં બે પૈકી એક યુવાનનું નીપજ્યું છે. જેમના પરિવારો પણ પોતાના સ્વજનોની સુરક્ષાને લઈ ચિંતીત થયા છે. હુમલાનો ભોગ બનેલા બે ભાઈઓ ભરૂચના ટંકારીયા ગામના વતની હોવાની વિગતો સામે આવી રહી છે.
આ પણ વાંચો: Russia Ukraine War: રશિયાના બોમ્બ ધડાકા વચ્ચે એક ભારતીય વિદ્યાર્થીનું મોત
ઘટના પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી - ગત રાતે બનેલી આ ઘટના પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ હુમલો લૂંટના ઇરાદે(Assault with intent to rob) કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. જોકે, હુમલાણી ઘટનાના અહેવાલો બાદ ભરૂચ જિલ્લાના ટંકારિયામાં રહેતા યુવાનોના પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ છે.