અંકલેશ્વરના પદ્માવતી નગરમાં રહેતા દિલદારસિંહ મોનુસિંહ સિકરવારે તેની પત્ની આશાદેવીને ગળું દબાવી તેની હત્યા કરી હતી. પતિને તેની પત્નીના અન્ય કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાનો વહેમ હતો. તેની હત્યા કરી દેવામાં આવી હતી. GIDC પોલાસે આરોપીની ધરપકડ કર્યા બાદ કોર્ટે તેને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. આરોપી દિલદાર સિંહને ભરૂચ સબજેલમાં મોકલ્યો હતો.
બપોરના સમયે તેણે જેલની બેરેકમાં ગળે ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ અન્ય કેદીઓને થતા તેઓએ બુમાબુમ કરી હતી. જેના પગલે જેલ સત્તાધીશો દોડી આવ્યા હતા. મૃતદેહ નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પત્નીની હત્યાના પશ્વાતાપમાં પતિએ પણ આપઘાત કરી જીવન સંકેલી લીધી હોવાનું લાગી રહ્યું છે, ત્યારે એક વ્યક્તિના શંકાશીલ સ્વભાવે હર્યોભર્યો પરિવાર વેર વિખર કરી નાખ્યો છે. બનાવની તપાસ ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.