ભરુચ: ગુગલ બોય તરીકે જાણીતા ભરૂચના અનય સિંગ નામના બાળકે માત્ર ૬ વર્ષની ઉમરમાં ૪ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. અનય સિંગ સેકન્ડોમાં વિશ્વનાં ૧૨૭ દેશના રાષ્ટ્રપતિનાં નામ બોલી જાય છે. તો માત્ર એક મિનીટથી પણ ઓછા સમયમાં અમેરિકાના અત્યાર સુધી રહી ગયેલા તમામ ૪૫ રાષ્ટ્રપતિનાં નામ પણ બોલી જાય છે, તો સાથે જ તે ૧૦૦ રસાયણના નામ પણ એક સાથે બોલી જાય છે.
બાળપણની મજામાં મસ્ત આ બાળક સામાન્ય બાળક નથી પરંતુ એ ગુગલ બોય છે. સર્ચ એન્જીન ગુગલ જેમ બધા સવાલોના જવાબ આપે છે. એમ આ ૬ વર્ષનો બાળક પણ મોટાભાગના તમામ સવાલોના જવાબ આપે છે. ભરૂચમાં રહેતા પ્રવીણ સિંગ અને ચારુલતા સિંગના આ પુત્ર અનય સિંગે માત્ર ૬ વર્ષની ઉમરમાં ૪-૪ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદી યુવકે 59 સેકન્ડમાં ચેલેન્જ પૂરી કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
અનયની સિદ્ધિ એ છે કે, તે જનરલ નોલેજનાં સવાલોના જવાબ સેકન્ડોમાં આપે છે. અનય સિંગે પહેલો વર્લ્ડ રેકોર્ડ સાડા ત્રણ વર્ષની વયે નોંધાવ્યો હતો. જેમાં તે ૪૭ સેકંડમાં ભારત દેશના રાજ્યો અને તેના કેપિટલનાં નામ બોલી ગયો હતો.
- બીજો વર્લ્ડ રેકોર્ડ ચાર વર્ષની વયે નોધાવ્યો હતો. જેમાં તે ૨મિનીટ અને ૨૬ સેકંડમાં વિશ્વનાં ૧૦૦ દેશના રાષ્ટ્રપતિનાં નામ બોલ્યો હતો.
- ત્રીજો વર્લ્ડ રેકોર્ડ સાડા ચાર વર્ષની વયે નોંધાવ્યો હતો.
- ચોથો વર્લ્ડ રેકોર્ડ હાલમાં ૬ વર્ષની વયે નોંધાવ્યો છે. જેમાં તે ઓછા સમયમાં ૧૦૦ રસાયણના નામ બોલી ગયો હતો.અનય અમેરિકાના આજ સુધીના ૪૫ રાષ્ટ્રપતિનાં નામ ૪૫ સેકંડમાં બોલે છે.
અત્યંત ધીંગામસ્તી કરતો અનય બાળપણથી જ નાની નાની વસ્તુઓ જાણવામાં રસ ધરવતો હતો. આથી તેના માતાપિતાએ તેને જનરલ નોલેજના પ્રશ્નનાં જવાબ આપવા ટ્રેનીંગ આપી અને આજે અનયની ગુગલ બોય તરીકેની ઓળખ થઇ છે.