ETV Bharat / state

Bharuch Express way Project: ઉટિયાદરા ગામે એક્સપ્રેસ વેને લઈ ખેડૂતોનો વિરોધ, કહ્યું વ્હાલાદવલાની નીતિ - Bharuch highway project

ભરૂચ જિલ્લામાં આવેલા ઉટીયાદરામાં જમીન મામલે માથાકુટ થઈ હોવાનું સામે આવ્યું છે. મામલે ત્યાં સુધી ગરમાયો હતો કે, પોલીસે યુદ્ધના ધોરણે ટીમ ઊતારીને સુરક્ષા બંદોબસ્ત લાગુ કરી દીધો હતો. જમીનમાલિકોનું એવું કહેવું છે કે, એક્સપ્રેસ વે માટે જમીન સંપાદીત કરીને લેવામાં આવે એનો વાંધો નથી, પણ એની સામે વળતર મળવું જોઈએ.

Bharuch Express way Project: ઉટિયાદરા ગામે એક્સપ્રેસ વેને લઈ ખેડૂતોનો વિરોધ, કહ્યું વ્હાલાદવલાની નીતિ

author img

By

Published : May 5, 2023, 10:57 AM IST

Updated : May 5, 2023, 2:06 PM IST

Bharuch Express way Project: ઉટિયાદરા ગામે એક્સપ્રેસ વેને લઈ ખેડૂતોનો વિરોધ, કહ્યું વ્હાલાદવલાની નીતિ

ભરૂચઃ જમીન મામલે જમીનમાલિકો અને તંત્ર સામે સામે આવ્યા હોય એવો આ કોઈ પહેલો કિસ્સો નથી. મેટ્રોની કામગીરી હોય કે, એક્સપ્રેસવે પ્રોજેક્ટ- ખેડૂતો પોતાના હકની જમીન આપીને તો ક્યારેક આર્થિક ખોટ ખાઈને મોટા પ્રોજેક્ટમાં સહભાગી થતા હોય છે. વાંધઓ ત્યાં પડે છે, જ્યારે તંત્રના અધિકારીઓ સહાય કે વળતરના નામે કળા કરી જાય છે. લોભામણી વાતો ખેડૂતોને કરીને જમીન પોતાના પ્રોજેક્ટ હેતું વાપરી લે છે. આવો જ કિસ્સો ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યો છે. જમીનના વળતરને લઈને ખેડૂતોના વિરોધની તસવીર સામે આવી છે.

એક્સપ્રેસ વે નું જે કામ છેલ્લા કેટલાક મહિનાઓથી કામ અટકેલું હતું. તેને આજરોજ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ચાલુ કરી દેવામાં આવ્યું છે. વેહલી તકે કામ પૂર્ણ થાય તે દિશામાં કામ કરીશું. જોકે, આ કેસમાં ખેડૂતોનો વિરોધ ક્યાંક હાંસિકામાં મૂકાઈ રહ્યો હતો.--નીસીતા માથુર (એસડીએમ, અંકલેશ્વર)

  1. Tapi News : નેશનલ હાઇવે નંબર 56માં જમીન સંપાદન અંગે ખેડૂતોનો હુંકાર, જીવ આપી દઈશ
  2. National Highway: રોડના કામમાં ચેરમેનને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
  3. Karajan Toll Plaza : નેશનલ હાઇવે નંબર 48 ઉપર ઇમરજન્સી કોલિંગ બૂથ શોભાના ગાંઠીયા

મામલો આખરે આ છેઃ એક્સપ્રેસ હાઇવેની કામગીરીને લઇ જમીન સંપાદન કરવામાં આવી અને અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા .જેનો ખેડૂતોએ શરૂઆતમાં વિરોધ કરી કામ અટકાવ્યું હતું. ખેડૂતોને યોગ્ય વળતર આપવાના બદલે કોર્ટના પિટિશનમાં નાખી વળતર ચૂકવામાં આના-કાની કરી કામ શરુ કરતા ભરૂચ જિલ્લાના ખેડૂતોએ વિરોધ નોધાવી કામ અટકાવતા ઉટીયાદરા પોલીસ છાવણી માં ફેરવાઈ ગયું હતું. વિકાસના ચક્કરમાં જગતના તાતનું ધનોત પનોત નીકળી ગયું છે .પછી દહેજ કેમિકલ સેઝ હોય કે, પછી એક્સપ્રેસ હાઇવેની કામગીરી ભરૂચના ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જે ખેડૂતોએ વિરોધ નોધાવ્યો એમને યોગ્ય વળતળ ચૂકવામાં આવ્યાનું ભરૂચના ખેડૂતો કહી રહ્યા છે. આવા વિરોધોભાસ વચ્ચે મામલો અટવાતા પોલીસની મદદ લેવી પડી હતી.

વ્હાલા દવલાની નીતિઃ એ ખેડૂતો ગુજરાત વિકાસના સહભાગી થયા અને એક્સપ્રેસ હાઇવેની કામગીરીનો વિરોધ કાર્ય વગર કામ કરવા દીધું. તો ખેડુતોને યોગ્ય વળતળથી વંચિત રાખવામાં આવ્યા. ભરૂચના ઉટીયાદરા ગામ ખાતે એકસપ્રેસનું કામ શરુ થતા ખેડૂતોએ વિરોધ સાથે કામ અટકાવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પ્રોજેક્ટ સાઈટ પર પોલીસ ટીમ ઊતરતા સુરક્ષા લાગુ કરી દેવાઈ હતી. આ વિસ્તાનાર ખેડૂતો કહે છે કે, વિકાસના નામે જમીન સંપાદન કરવામાં આવે છે .રાજ્યના ખેડૂતોને એકને ગોળ અને એક ને ખોળની નીતિ વાપરી વળતર ચૂકવામાં આવે છે .ભૂતકાળમાં વાગરા તાલુકાના ગામોમાં બનેલ કેમિકલ સેઝ માં જમીન ગુમાવનારા સુવા ગામના ખેડૂતો આજે પણ યોગ્ય વળતળ માટે કોર્ટના ચક્કર ખાઈ રહ્યા છે.

કામગીરીનો વિરોધઃ આજ ભરૂચના ઉટીયાદરા સહિતના ગામોના ખેડૂતો એક્સપ્રેસ હાઇવે ની જમીનમાં અન્યાય થયાના આક્ષેપ સાથે હાઇવેની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. જમીન સંપાદનના કાયદાથી જગતનો તાત આજે દુખી છે. ફરિયાદ કોને કરવી. વિરોધ કરો તો પોલીસ છે અને કોર્ટમાં જાઓ તો વરસોના વરસ વીતી જાય છે.

Last Updated : May 5, 2023, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.