ETV Bharat / state

Bharuch Crime : હાંસોટના સાબીર કાનુગા હત્યા કેસમાં 10 આરોપીને આજીવન કેદની સજા, 2 નિર્દોષ છૂટ્યાં - આજીવન કેદની સજા

ભરૂચ જિલ્લાના હાંસોટ સ્થિત ચકચારી સાબીર કાનુગા હત્યા કેસ સેકેન્ડ એડિશનલ અધિક ડીસ્ટ્રીકટ જજ અને સેસન્સ જજ એસ બી પાંડેની કોર્ટમાં કેસ ચાલી જતા આવ્યો ચુકાદો જાહેર કરાયો હતો. 12 પૈકી 10 ઇસમોને આજીવન કેદની સજા જ્યારે 2ને નિર્દોષ જાહેર કરાયાં છે.

Bharuch Crime : હાંસોટના સાબીર કાનુગા હત્યા કેસમાં 10 આરોપીને આજીવન કેદની સજા, 2 નિર્દોષ છૂટ્યાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 30, 2023, 8:09 PM IST

આજીવન કેદની સજા અને 23,000નો દંડ

ભરૂચ : હાંસોટના ચકચારી સાબીર કાનુગા હત્યા કેસમાં 10 આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. જયારે 2 આરોપીને નિર્દોષ છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો છે. કોર્ટ દ્વારા સંપૂર્ણ ચૂકાદો ગતરોજ મોડી સાંજે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી વકીલ એન વી ગોહિલ અને જીગર પંચાલની ધારદાર દલીલો રંગ લાવી હતી. સમગ્ર ચુકાદાને પગલે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે ચુકાદાને લઇ કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આ મામલે હાંસોટમાં પણ બંદોબસ્ત ખડકી દેવાયો છે.

6 જૂન 2017ના રોજ હાંસોટ ખાતે સાબીર કાનુગાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેમાં પપ્પુ ખોખરની સંડોવણી બહાર આવી હતી. સાબીર અને પપ્પુ વચ્ચે ગેંગવોર ચાલી રહયું હતું.આ કેસમાં પપ્પુ ખોખર સહિત 14 આરોપીઓ સામે હાંસોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસ અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ સેસન્સ કોર્ટમાં ચાલી જતા પુરાવા તેમજ સાક્ષીઓની જુબાનીને આધારે 6 વર્ષ બાદ 14 આરોપી પૈકી 10ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે...એન. વી. ગોહિલ ( આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર અંકલેશ્વર )

23 હજારનો દંડ: જેમાં મોહંમદ હનીફ ઉર્ફે ઇબ્રાહિમ ખોખર, મોહમદ ઈતીયાક ઉર્ફે બાબા મોહંમદ હનીફ ખોખર, અહમદ ગુલામ રસુલ અકા, સાજીદ ગુલામ રસુલ અકા, મકસુદ ઉર્ફે મકસા શબ્બીર અંકા, ઈસ્માઈલ ઉર્ફે પીન્ટુ ખોખર, મજીદ ગુલામ રસુલ અકા, તથા મોહંમદ સફી ઉર્ફે પપ્પુ ઈબ્રાહીમ ખોખર અને સલીમ નસરૂદ્દીન રાજ નેIPC 302અને 120 B સહિત અન્ય કલમોને આધારે આજીવન કેદની સજા અને રૂપિયા 23 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

વિદેશ ફરાર આરોપી વોન્ટેડ: જયારે 2 આરોપીઓ પિતા પુત્ર યાવરખાન પઠાણ અને અરહાનખાન પઠાણને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવામાં આવ્યાં છે. એક આરોપીનું કોર્ટ કાર્યવાહી દરમિયાન મોત થયું હતું. જયારે વધુ એક ઈસમ અહેમદ બશીર કાઉ વિદેશગમન કરી જતા પોલીસ પકડથી બહાર રહ્યો છે. જેને લઇ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો: શુક્રવારના રોજ અંકલેશ્વરની કોર્ટમાં ચૂકાદો આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જે મોડી સાંજ સુધી ચાલ્યું હતું. પ્રાથમિક ચૂકાદામાં 10 આરોપીને આજીવન કેદની સજા કરાઇ છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંકલેશ્વર કોર્ટ સંકુલ અને હાંસોટમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો.

આજીવન કેદની સજા થયેલ આરોપીના નામ: 1..મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઈબ્રાહીમ ખોખર 2..મોહમ્મદ ઈસ્માઈલ ઉર્ફે પીન્ટુ ખોખર 3..હનીફ ખોખર 4..ઇસ્તિયાક ખોખર 5..અતિક ખોખર 6..સલીમ રાજ 7..અહેમદ ગુલામરસુલ અકા 8..સાજીદ ગુલામરસુલ અકા 9..મજીદ ગુલામરસુલ અકા અને 10..મકસુદ અકા

  1. પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને આજીવન કેદની સજા
  2. Chhotaudepur Crime News: બળદ બાંધવા જેવી નાની બાબતમાં હત્યા કરનારને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.