- 37 પરિવારના 100 જેટલા સભ્યોનું બળજબરી પૂર્વક ધર્માંતરણ
- ધર્માંતરણનો કિસ્સો પ્રકાશમાં આવતા તંત્ર હરકતમાં
- કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી, ભાજપના આગેવાનોએ ગામની મુલાકાત લીધી
ભરુચ: સારી નોકરીની લાલચ આપી ધર્માંતરણ કરાવનાર શખ્સે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં 9 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, લગભગ 35 પરિવારોના લગભગ 100 લોકો પૈસાની લાલચમાં ધર્માંતરણ (villagers conversion by force ) કર્યું હતું. ધર્માંતરણનો કિસ્સો પ્રકાશમાં આવતા, રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી, ભરુચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપના આગેવાનો અને જિલ્લા એસપી સહીતના કાફલાએ ગુરુવારે આ ગામની મુલાકાત (MP and Cabinet Minister visit Kankaria village) લીધી હતી.
આરોપીઓને કાયદાની છટકબારી લેવા દેવામાં નહી આવે: હર્ષ સંઘવી
ભરુચ જિલ્લાના આ ધર્માંતરણ કેસ (Bharuch conversion case) અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વડોદરામાં કહ્યું કે આરોપીઓને કાયદાની છટકબારી લેવા દેવામાં નહી આવે અને રાજ્યમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ સાંખી લેવામાં નહી આવે. ભરુચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બળજબરીથી ધર્માંતરણ કરાવવાના નવ આરોપીઓમાંથી ચારની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ નાયબ પોલીસ અધિક્ષક એમપી ભોજાનીને સોંપવામાં આવી હતી. પોલીસે ભરૂચના કાંકરિયા ગામના વતની અબ્દુલ અઝીઝ પટેલ ઉર્ફે અજીત છગનભાઈ વસાવા, યુસુફ જીવણભાઈ પટેલ ઉર્ફે મહેન્દ્ર જીવણભાઈ વસાવા, અયુબ બરકતભાઈ પટેલ ઉર્ફે રમણ બરકતભાઈ વસાવા અને ઈબ્રાહીમ પુનાભાઈ પટેલ ઉર્ફે જીતુ પુનાભાઈ વસાવાની ધરપકડ કરી હતી.
ગ્રામજનોને ધર્મ પરિવર્તન માટે લલચાવવામાં આવ્યા
તેમની પૂછપરછમાં ખુલાસો થયો કે તેઓએ અન્ય આરોપીઓ પાસેથી પૈસા મેળવ્યા હતા, જેનો ઉપયોગ તેઓએ અન્ય ગ્રામજનોને ધર્મ પરિવર્તન માટે લલચાવવામાં કર્યો હતો. ધર્માંતરિત પરિવારોના બાળકોએ પણ નજીકના દારુલ ઉલૂમમાં તેમનો અભ્યાસ શરૂ કર્યો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારે પરિવારોને સામૂહિક પ્રાર્થનામાં પણ લઈ જવામાં આવ્યા હતા. બે આરોપીઓ - સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમ - જેમની સામે વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)એ 24 ઓગસ્ટે કેસ નોંધ્યો હતો, જો તેઓ ભરૂચ ધાર્મિક ધર્માંતરણ રેકેટમાં સામેલ હતા કે કેમ તે શોધવા માટે જરૂર પડશે તો તેમની પણ પૂછપરછ કરવામાં આવશે. ગૌતમ અને શેખ હાલ વડોદરા જેલમાં બંધ છે.
વિદેશ માંથી કયા રૂટ દ્વારા ફંડ મોકલવામાં આવ્યું
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રેકેટ ખૂબ જ સંગઠિત રીતે ચલાવવામાં આવ્યું હતું અને આરોપીઓએ લોકોને ધર્માંતરણ કરવા લલચાવવા માટે નાણાં અને જરૂરી સુવિધાઓ મોકલવાનું પૂર્વ આયોજન કર્યું હતું. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે વિદેશ માંથી કયા રૂટ દ્વારા ફંડ મોકલવામાં આવ્યું હતું. ધર્માંતરણ કરનારા ઘણા લોકો હજુ સુધી પોલીસ સામે કંઈ બોલવા તૈયાર નથી. ધરપકડ કરાયેલ વ્યક્તિઓ એવા છે જેઓ લોકો સાથે સીધા જોડાયેલા છે અને ગ્રામજનોને લલચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો: વડોદરા ધર્માંતરણ કેસમાં સલાઉદ્દીન શેખના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો: Illegal Conversion: સમગ્ર દેશમાંથી 450 લોકો UP STFના રડાર પર