- ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ બાબાતે તંત્ર એક્શનમાં
- હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ નોંધવામાં આવી ફરીયાદ
- હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના કોઈ પગલા લેવામાં નહોતા આવ્યા
ભરૂચ: જંબુસર ચોકડી નજીક આવેલી પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા આગની ઘટના સામે આવી હતી જેમા 16 દર્દીઓ સહિત 18 લોકોના મૃત્યું થયા હતા. આ સમગ્ર મામલે હવે બી ડિવિઝન પોલીસ મથકે હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે બેદરકારી દાખવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
18 લોકોના નિપજ્યા હતા મોત
ભરૂચની જંબુસર ચોકડી નજીક આવેલી પટેલ વેલફેર હોસ્પિટલને ભરૂચ વહીવટી તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં તારીખ 1લીમેના રોજ રાત્ર દરમિયાન આઈ.સી.યુ.વિભાગમાં એકાએક આગ લાગી હતી જેના કારણે સારવાર લઈ રહેલા 16 દર્દી સહિત કુલ 18 લોકોના મૃત્યું થયા હતા. આ મામલે તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી, જોકે મામલામાં હવે હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગની ઘટનામાં બચી ગયેલી નર્સએ વર્ણવી સમગ્ર ઘટના
મંજૂરી વિનાના અન્ય બિલ્ડીંગમાં શરૂ કરી હોસ્પિટલ
બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવામાં આવેલી ફરિયાદ અનુસાર ધી બોમ્બે પટેલ વેલફેર હોસ્પિટલનના સંચાલકોને જૂની બિલ્ડીંગમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી, પણ હોસ્પિટલોના સત્તાધીશો દ્વારા તંત્રની પૂર્વ મંજૂરી અને બી.યુ.સર્ટિફિકેટ વગર નવા બિલ્ડીંગમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી.આ ઉપરાંત ફાયર સેફટી અંગેના પણ કોઈ પગલા ન લેવાયા હતા જેના પગલે હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 18 લોકોના મોત નિપજ્યા હતા.
હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે ફરિયાદ
આ મામલે હોસ્પિટલના ટ્રસ્ટી ખાલિદ ફાંસીવાલા સહિતના ટ્રસ્ટીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અગ્નિકાંડમાં ગુનો દાખલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.