ETV Bharat / state

જમીન ગઇ છતાં ખેડૂતો બન્યા રૂપિયાવાળા, સરકારે કરી નાંખ્યું મોટું એલાન

વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં અંકલેશ્વરના પુનગામના (Arbitral Award to Farmers) ખેડૂતોને વળતર મળશે. 34 ખેડૂતોને 40.90 એકરના 68.34 કરોડ રૂપિયા મળશે. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ વેમાં જિલ્લાના 3 તાલુકાના 32 ગામના 1300 ખેડૂતોને અન્ય જિલ્લાઓની સરખામણીએ વળતર મળશે. (Vadodara Mumbai Expressway Pungam)

જમીન ગઇ પણ ખેડૂતો બન્યા રૂપિયાવાળા, સરકારે શું જાહેરાત કરી જૂઓ

author img

By

Published : Nov 12, 2022, 3:21 PM IST

ભરૂચ : ભારતમાલા પ્રોજેકટમાં સમાવિષ્ટ દિલ્હી-મુંબઈને જોડતા દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વેમાં (Vadodara Mumbai Expressway Pungam) ભરૂચ જિલ્લાના જમીન ગુમાવનારા ખેડૂતોને લઈને સમાચાર સામે આવ્યા છે. જમીન સંપાદનનું યોગ્ય વળતર મળી રહે તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સાથે રાખી ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ મંડળ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઇશ્વરસિંહ પટેલ, દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ સહિતે દિલ્હી દરબારમાં ચાર વખત ધામા નાખ્યા હતા. (Arbitral Award to Farmers)

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માટે પુનગામને એકરે રૂપિયા 1.67 કરોડનો આર્બીટ્રેશન એવોર્ડ ઈશ્યુ કરાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ

ચૂકવવાની માંગણી ચાર વર્ષથી ચાલી ખેડૂતોની સમસ્યાને ભરૂચના પ્રતિનિધિ મંડળે દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે રૂબરૂ મુલાકાત કરી હકીકત વર્ણવી હતી. જિલ્લાના એક્સપ્રેસ વે ના 1300 અસરગ્રસ્ત ખેડૂતોની NHAI સામે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા સુરત, નવસારી સહિતના પ્રમાણે જમીન સંપાદન વળતર ચુકવવાની માંગણી પાછલા ચાર વર્ષથી ચાલી રહી હતી. (Pungam Expressway to Ankleshwar)

એક્સપ્રેસ વે ના ખેડૂતોને આર્બીટરી એવોર્ડ ખેડૂત સમન્વય સમિતિ અને જિલ્લા કિસાન સંઘના કાર્યકારી પ્રમુખ નિપુલ પટેલ સાથે જિલ્લા ભાજપ સંગઠને જિલ્લાના ખેડૂતોને તેઓની મહામૂલી જમીનનું યોગ્ય વળતર અપાવવા બાંહેધરી આપી રાજ્ય સરકારમાં પણ રૂબરૂ રજૂઆત કરી હતી. ડબલ એન્જિન સરકારમાં ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ વે ના ખેડૂતોને હવે ઓર્બીટર એવોર્ડ મળવાની શરૂઆત થઈ છે. ભરૂચ જિલ્લા આર્બિટ્રેટર અને કલેકટર તુષાર સુમેરા દ્વારા પુનગામ માટે આર્બિટ્રેશન એવોર્ડ રૂપિયા 142 પ્રતિ ચોરસ મીટરથી વધારી રૂપિયા 640 જાહેર કરવામાં આવ્યો છે.(compensation to punagam farmers)

સરકારના નિર્ણયને લઈ ખુશી આ નિર્ણય બાદ પુનગામના 34 ખેડૂતોમાં હવે ખુશી પ્રસરી છે. જેને લઈને ખેડૂતોએ રૂબરૂ મળી ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્યો, મહામંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો. પુનગામના ખેડૂતોને હવે એકરે રૂપિયા 1.67 કરોડ મળશે. ગામની કુલ 40.90 એકર જમીન સંપાદિત કરાઈ છે. આ સાથે જ જિલ્લા ભાજપ (Bharuch Expressway land Deduction) દ્વારા સૂચન પણ કરાયું છે કે આ એવોર્ડ સામે NHAI કોર્ટમાં નહિ જાય. અન્ય 31 ગામોના પણ આર્બીટ્રેશન એવોર્ડ હવે આવવા લાગતા ખેડૂતોમાં ડબલ એન્જીનની સરકારના નિર્ણયને લઈ ખુશીનો માહોલ છવાઈ ગયો છે.(Bharat Mala Project)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.