ભરૂચઃ અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે (Ankleshwar National Highway)પર બાકરોલ બ્રિજ નીચેથી ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે રૂપિયા 2.73 લાખના એમ.ડી.ડ્રગ્સ સાથે 3 શખ્સોને (Ankleshwar seized drugs) ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી ઇકો કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે મુદ્દામાલ કબ્જે
ભરૂચ SOG પોલીસે(Bharuch SOG Police) અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચે મળેલી માહિતીના આધારે એક ઇકો કાર માંથી ડ્રગ્સ(M.D. Drugs) સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. SOG પોલીસે સઘન પૂછપરછ કરતા ઇકો કારમાં અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામની મદનીનગરમાં રહેતા રિઝવાન અબ્દુલ સૈયદ અને અંકલેશ્વરના નવાગામ કરારવેલનો શરીફ ઉર્ફે સદામ ચૌહાણ એમ.ડી. ડ્રગ્સ મેફોડ્રિન પાન મસાલાની પડકીમાં લઈ આવ્યા હતા. એમ.ડી ડ્રગ્સનો 27 ગ્રામ 380 મિલિગ્રામ જથ્થો ઝઘડિયા તાલુકાના દઢેડા ગામનો સાદાબોદીન ઉર્ફે સાદાબ શેખ લેવા આવ્યો હતો.
આ પણ વાંચોઃ Ahmedabad drugs case: ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાનથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં વેચાતુ હતુ
કડોદરા ચોકડીથી વેચાણ અર્થે લાવ્યા
SOG પોલીસે રિઝવાન અબ્દુલ સૈયદ ,શરીફ ઐયુબ ચૌહાણ અને સાદાબોદ્દીન સિરાજુદ્દીન શેખની ધરપકડ કરી રૂપિયા 2.73 લાખનું એમ.ડી.ડ્રગ્સ, ઇકો કાર, 4 મોબાઈલ અને રોકડ મળી કુલ 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ ડ્રગ્સ તેઓ સુરત કડોદરા ચોકડી ખાતેથી વેચાણ અર્થે લાવ્યા હતા. એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ SOGના PI કે.ડી. મંડોરાએ હાથ ધરી છે. સાથે જ ઝડપાયેલા M.D. ડ્રગ્સના સેમ્પલ લઈ તેને તપાસ માટે FSLમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને સફળ બનાવવા સમૂહ માધ્યમોનો સહયોગ મહત્વપૂર્ણ : હર્ષ સંઘવી