ભરૂચ: અંકલેશ્વર GIDC વિસ્તારમાં ગોવર્ધનનાથજી હવેલી પાસે એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતા માર્ગ બંધ થઈ ગયો હતો. મુખ્ય માર્ગ પર જ આ મહાકાય વૃક્ષ ધરાશાયી થતા વટેમાર્ગુ તેમજ વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોકે, વૃક્ષ કયા કારણોસર ધરાશાયી થયું હતું તે જાણવા મળ્યું નથી.
બનાવની જાણ થતા નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા વૃક્ષ હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કલાકોની જહેમત બાદ આ વૃક્ષ માર્ગ પરથી હટાવવામાં આવ્યું હતું અને માર્ગ પૂર્વવત કરાવવામાં આવ્યો હતો.