ETV Bharat / state

ભરૂચઃ નેત્રંગ તાલુકાના કમ્બોડીયા ગામે તબેલામાં આગ, 18 પશુઓ બળીને ભડથું - Fire in a stable in a Cambodian village

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કમ્બોડીયા ગામે રવિવારે બપોરે તબેલામાં આગ લાગી હતી, ગ્રીન નેટમાં વાંસ બાંધી બનાવેલા તબેલામાં વિકરાળ ભભૂકી ઉઠેલી આગમાં 9 ગાય, 8 વાછરડા અને 1 ઘોડી માત્ર 15 મિનિટમાં જ ભડથું થઈ ગયા હતા.

કમ્બોડીયા ગામે તબેલામાં આગ
કમ્બોડીયા ગામે તબેલામાં આગ
author img

By

Published : Jan 10, 2021, 4:23 PM IST

Updated : Jan 10, 2021, 5:00 PM IST

  • કમ્બોડીયા ગામે તબેલામાં લાગી આગ
  • 18 પશુઓ બળીને ભડથું
  • 10ને બચાવી લેવાયા

ભરૂચઃ જિલ્લાના નેત્રંગ તાલુકાના કમ્બોડીયા ગામે રવિવારે બપોરે પશુઓ આકસ્મિક લાગેલી આગમાં ભડથું થઈ જવાની કરુણાતીકા સર્જાઈ છે. ગ્રીન નેટમાં વાંસ બાંધી બનાવેલા તબેલામાં વિકરાળ ભભૂકી ઉઠેલી આગે 9 ગાય, 8 વાછરડા અને 1 ઘોડીને માત્ર 15 મિનિટમાં જ ભડથું કરી દીધા હતા.

તબેલામાં કુલ 28 પશુઓ હતા

નેત્રંગ તાલુકાના કમ્બોડીયા ગામે રહેતા રામ રાપોલિયા એ પોતાની જમીનમાં 2 વર્ષ પહેલાં જ તબેલો બનાવ્યો હતો. ખેડૂત પરિવાર સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરતો હતો. પશુપાલકના તબેલામાં ગ્રીન નેટ બાંધી વાંસથી તેને મજબૂતી પ્રદાન કરવામાં આવી હતી. જેથી પશુઓને તાપ, વરસાદ અને ઠંડી સામે રક્ષણ મળી શકે. તેઓના તબેલામાં કુલ 28 જેટલા પશુઓ હતા. તબેલામાં પશુઓના ખોરાક માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારાનો જથ્થો પણ રાખવામાં આવ્યો હતો. ત્યારે રવિવારે બપોરે તબેલા નજીક જ આવેલા પોતાના ઘરમાં રામ પરિવાર સાથે બપોરનું ભોજન લઈ રહ્યાં હતા. જે વેળાએ અચાનક પશુઓના ભાંભારવાનો જોર જોરથી અવાજ આવતા ભોજન લઈ રહેલા ખેડૂત પશુપાલક અને પરિવારે ઘરની બહાર દોટ લગાવી હતી. ઘરની બહાર નીકળતા જ ભડકે બળતા તબેલા અને આગની ચપેટમાં તડપતા પોતાના પશુઓને જોઈ પરિવાર હચમચી ઉઠ્યો હતો. ભારે હૈયે પરિવારે આગની વિકરાળ જ્વાળાઓ અને ધુમાડાઓ સાથે ભડકે બળતા તબેલા અને અંદર રહેલા પોતાના 28 પશુધનને બચાવવા મરણ્યો પ્રયાસ કર્યો હતો.

15 મિનિટમાં જ બધુ બળી ને ખાખ

પાણીનો સતત મારો ચલાવી વિકરાળ આગ અને પશુઓને બચાવવા ક્વાયત હાથ ધરી હતી. જોકે, સૂકા ઘાસચારા, ગ્રીનનેટ અને વાંસના પાંડલને કારણે 15 મિનિટમાં જ બધુ બળી ને ખાખ થઇ ગયું હતું.

પોલીસ તેમજ પશુ વિભાગની ટીમે સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી

આ આગની ઘટનામાં 18 પશુઓ આગમાં બળીને ભડથું થઈ ગયા હતા. જેમાં 9 ગાય, 8 વાછરડા અને 1 ઘોડીનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય 10 પશુઓને બચાવી લેવાયા હતા. જોકે, બચી ગયેલા પશુઓ પણ વત્તે ઓછે અંશે દાઝી જતા તેઓ પેકી કેટલાકની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે. આ ધટનાને લઈ પોલીસ તેમજ પશુ વિભાગની ટીમે સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડૂતને રૂપિયા 12 લાખથી વધુનું નુકશાન

તબેલામાં આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી. ઘટનામાં ખેડૂતને રૂપિયા 12 લાખથી વધુનું નુકશાન થયું છે. દાઝી ગયેલા પશુઓની ત્વરિત સારવાર માટે પશુપાલન વિભાગ દોડતું થયું છે.

Last Updated : Jan 10, 2021, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.