અંબાજી:અસુરી શક્તિનો વિનાશ(Destruction of demonic power) એટલે હોળીનો પર્વ છેલ્લા ત્રણ વર્ષથી કોરોના મહામારીનાં કારણે હોળીનું પર્વ ફિક્કો રહેતો હતો.આ વખતે કોરોનાનો પ્રકોપ ઘટતાં હોળીનો પર્વ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો.અંબાજી મંદિરનાં વહીવટદાર અને ભટ્ટજી મહારાજ દ્વારા પુંજા વીધી કરી હોળી પ્રગટાવવામાં આવી હતી. જોકે આ પૂર્વે રાજસ્થાની લોકોમાં(Holi tradition among the people of Rajasthan) ઉભેલી હોળીની પુંજા કરવાની એક પરંપરા પણ જોવા મળી હતી.
આ પણ વાંચો: Holi 2022: ગુજરાતમાં સૌથી મોટું હોળી દહન ગાંધીનગરના પાલજમાં, જાણો પરંપરા
આગામી ચોમાસું સારા જવાનાં એંધાણ:રાજસ્થાની લોકો ઉભેલી હોળી ને પુજા કરવાંની એક પરંપરા પણ જોવા મળી હોળી પ્રગટ્યાં બાદ હોળીનું પવન પુર્વ દિશા તરફ ફુંકાતા ખંડવૃષ્ટી થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. એટલુ જ નહીં હોળી પ્રગટાવ્યા બાદ સળગતી હોળી જે દિશા તરફ પડે તેના આધારે આગામી વર્ષમાં ચોમાસાનો વર્તાવો પણ જોવાતો હોય છે. આજે હોળી વાયવ્ય દિશા તરફ પડતાં આગામી ચોમાસું સારા જવાનાં એંધાણ જોવા મળ્યા હતા.