ETV Bharat / state

થરા નગરપાલિકાની ચૂંટણી માટે 20 બેઠકો પર મતદાન, ભાજપ અને કૉંગ્રેસે કર્યો જીતનો દાવો - પેટા ચૂંટણી યોજાઈ

રાજ્યમાં 3 ઑક્ટોબરના 7 જિલ્લા પંચાયતની 8 બેઠકો પર પેટા ચૂંટણી (Bypolls) યોજાઈ હતી. સાથે જ 43 તાલુકા પંચાયતની બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં થરા નગરપાલિકા (Thara Municipal Election)ની ચૂંટણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 20 બેઠકો માટે કુલ 15 કેન્દ્ર પર મતદાન (Voting On 15 Centers) યોજાયું હતું. થરા નગરપાલિકામાં ભાજપ (BJP) અને કોંગ્રેસ બંનેએ જીતનો દાવો કર્યો હતો.

થરા નગરપાલિકાની ચૂંટણી માટે 20 બેઠકો પર મતદાન

author img

By

Published : Oct 4, 2021, 7:57 PM IST

  • થરા નગરપાલિકાની 20 બેઠકો માટે ચૂંટણી યોજાઈ
  • 11,400 મતદારોએ સાંજ સુધી મતદાન કર્યું
  • 20 ઉમેદવારોનું ભાવિ evm મશીનમાં સીલ

થરા: 3 ઑક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લા (Banaskantha District)માં થરા નગરપાલિકાની ચૂંટણી (Thara Municipal Election) પણ યોજાઈ હતી, જેમાં સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થતાં સાંજ સુધી મતદારોએ ઉત્સાહભેર મતદાન કરી ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં સીલ કર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 20 બેઠકો માટે કુલ 15 કેન્દ્ર પર મતદાન યોજાયું હતું.

કુલ 15 કેન્દ્રો પર મતદાન કરવામાં આવ્યું

થરા નગરપાલિકા માટે રવિવારના સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી, નગરપાલિકાની 24માંથી 4 બેઠકો પર અગાઉ જ ભાજપ બિનહરીફ વિજેતા થયું છે, જેથી 20 બેઠકો માટે 3 ઑક્ટોબરના સવારથી મતદાન શરૂ થયું હતું. થરા નગર પાલિકામાં કુલ 15 કેન્દ્રો પર મતદાન કરવામાં આવ્યું, જેમાંથી 2 કેન્દ્ર અતિસંવેદનશીલ હતા, જ્યારે કુલ 11,400 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સદસ્યો ચૂંટશે.

ચૂંટણીને લઈ મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ

થરા નગરપાલિકાની રવિવારના યોજાયેલી ચૂંટણીમાં સવારથી જ 15 કેન્દ્ર પર મતદારો પોતાના ઉમેદવારને મતદાન આપવા માટે પહોંચી ગયા હતા. ખાસ કરીને સૌથી વધુમતદાન મથકો પર લાઈનો સવારથી સાંજ સુધી મહિલાઓની જોવા મળી હતી. થરા નગરપાલિકાની ચુંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પોતાના વિસ્તારમાં અને ખાસ કરીને થરાના તમામ વોર્ડમાં જે ઉમેદવાર વિકાસને વેગ આપશે તેવા ઉમેદવારોને જ મત આપવા ઉમેદવારો જણાવી રહ્યા હતા. ત્યારે સવારથી જ પુરુષો સાથે સાથે મહિલાઓની પણ લાંબી કતારો મતદાન માટે ઉમટી પડી હતી.

થરા નગરપાલિકાની ચૂંટણી માટે 20 બેઠકો પર મતદાન

પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

થરા ખાતે 3 ઑક્ટોબરના રોજ યોજાયેલી ચૂંટણીમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસ જવાનો સહિત કુલ 300 જેટલા કર્મચારીઓની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા ચાલી હતી.

ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા

મતદાનને લઇને મતદારોએ જણાવ્યું હતું કે, પોતાના વિસ્તારમાં જે પણ ઉમેદવાર વિકાસ કરી શકશે તેવા ઉમેદવારોને જ મત આપવામાં આવશે. તો આ તરફ ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા બનતા કોંગ્રેસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. વિજેતા બનેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે, જેમ પ્રજાએ અમારા પર વિશ્વાસ મૂકીને અમને વિજય બનાવ્યા છે તેમ આ વખતે પણ અમારા 5 વર્ષના થરા નગરપાલિકાના વિકાસના કામોને પ્રજા વેગ આપી ફરી એકવાર ભાજપને વિજયી બનાવી નગરપાલિકાનું સુકાન આપશે. જેથી આવનારા સમયમાં હજુ પણ થરા વિસ્તારનો વિકાસ વધશે.

કૉંગ્રેસે કર્યો જીતનો દાવો

થરા ખાતે રવિવારના યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે પણ પોતાની જીત નિશ્ચિત છે તેવું જણાવ્યું હતું. ગત વર્ષે પણ થરા નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસની 12-12 સીટો થતા બંને વચ્ચે ટાઈ પડી હતી, પરંતુ જે બાદ ભાજપે બાજી મારતા નગરપાલિકાનું સુકાન સંભાળ્યું હતું. ત્યારે આજે યોજાયેલી ચૂંટણીમાં સવારથી જ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરતા નજરે પડ્યા હતા, જેથી કોંગ્રેસના ઉમેદવારોએ જણાવ્યું હતું કે આ વખતે ભાજપ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને રોડ, પાણી, સફાઈ જેવી અસુવિધાથી લોકો પરેશાન થયા છે, જેના કારણે આ વખતે કોંગ્રેસ થરા નગરપાલિકામાં વિજય બનશે.

ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં સીલ

થરા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. 15 કેન્દ્ર પર યોજાયેલા આ મતદાનને લઈ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યારે રવિવાર સાંજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ 20 ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં સીલ થયું હતું.

આ પણ વાંચો: Gandhinagar Election Results: આવતીકાલે 9 AMથી મતગણતરી શરૂ થશે, 1PM સુધી રીઝલ્ટ થશે ક્લિયર

આ પણ વાંચો: Thara municipal elections : 20 બેઠકો માટે મતદાન શરૂ થયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.