ETV Bharat / state

અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે વધતી જતી ચોરીની ઘટનાઓ અટકાવવા ગ્રામજનોએ રસ્તો બ્લોક કરી આંદોલન કર્યું

author img

By

Published : Oct 6, 2020, 10:40 PM IST

ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલા વિરમપુર ગામમાં વારંવાર થતી ચોરીઓ અટકાવવા માટે ગ્રામજનોએ રસ્તો બ્લોક કરી આંદોલન શરૂ કર્યું છે. પોલીસની નિષ્ક્રીયતાના કારણે વારંવાર થતી પશુની ચોરીઓથી કંટાળેલા 25થી વધુ ગામના લોકોએ મંગળવારે ભેગા થઈ બાલારામ-અંબાજી માર્ગ બ્લોક કર્યો હતો. તેમજ ધરણા પર બેસી જઇ જ્યાં સુધી ચોર સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી રસ્તો નહીં ખોલવાની ચીમકી ઉચ્ચારી છે.

Villagers agitated
અમીરગઢ તાલુકાના વિરમપુર ગામમાં ચોરીની ઘટનાઓ અટકાવવા ગ્રામજનોએ આંદોલન કર્યું

બનાસકાંઠાઃ અમીરગઢ તાલુકાના વિરમપુર ગામમાં વારંવાર થતી ચોરીઓને અટકાવવા માટે ગ્રામજનોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. વિરમપુર તેમજ આજુબાજુના 25 ગામની અંદર છેલ્લા એક વર્ષમાં અનેક પશુઓની ચોરી થઈ છે, જે મામલે સ્થાનિક લોકોએ ફરિયાદ પણ આપી છે, તેમ છતાં પણ પોલીસની નિષ્ક્રીયતાના કારણે ચોરો બેફામ બની એક પછી એક ચોરીનો અંજામ આપી રહ્યા છે.

ગ્રામજનોનું માનીએ તો એક મહિનામાં 5 થી 6 ચોરી થાય છે. જે માટે તેઓએ અનેકવાર ફરિયાદો નોંધાવી છે. તેમછતાં ચોરો સામે કડક કાર્યવાહી ન થવાના કારણે ચોરીનો સિલસિલો અટકતો જ નથી, જેથી હવે ગ્રામજનો પોલીસ ફરિયાદ કરવાનું પણ ટાળી રહ્યા છે.

આ વિસ્તારની અંદર મોટાભાગના લોકો પશુપાલન પર નભી રહ્યાં છે અને પશુપાલન જ એકમાત્ર આવકનો સ્ત્રોત હોવાના કારણે પશુઓની ચોરી થતાં અહીંના લોકોની હાલત કફોડી બની છે. ચોરીઓથી કંટાળેલા લોકોએ હવે પોલીસની નિષ્ક્રિયતા સામે ધંધા રોજગાર બંધ રાખી રસ્તો બ્લોક કરી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. બાલારામ-અંબાજી રોડ પર વિરામપુર ગામે રસ્તો બ્લોક કરી ગ્રામજનો રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા અને જ્યાં સુધી ચોરો સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

આ આંદોલનને લઈ વિરમપુર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે, લોકો અત્યારે પોલીસની વાત માનવા તૈયાર નથી અને આંદોલન શરૂ રાખ્યું છે, ત્યારે હવે રસ્તો ખોલાવવા માટે પોલીસ શું પગલાં ભરશે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.