ETV Bharat / state

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની અસર થતા 42 ઘેટાના મોત - ઘેટાંના મોત

કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠાના સુઇગામ તાલુકાના જેલાણા ગામમાં ફૂડ પોઇઝનિંગની અસર થતા 42 ઘેટાના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે તલાટી અને સરપંચ ઘટનાસ્થળે પહોંચી પંચનામું કર્યું હતું. જ્યારે, અચાનક 42 ઘેટાંના મોત તથા પશુપાલકની માથે આભ ફાટ્યું હતું.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની અસર થતા 42 ઘેટાના કરૂણ મોત

author img

By

Published : May 11, 2021, 10:48 PM IST

  • ફૂડ પોઈઝનિંગની અસરથી 42 ઘેટાના મોત નિપજ્યા
  • એરંડા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા ઘટના બની
  • અચાનક 42 ઘેટાંના મોતથી પશુપાલકને મોટું નુકસાન

બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તારના સુઈગામ તાલુકાના જેલાણા ગામે આજે મંગળવારે ફૂડ પોઇઝનિંગની અસર થતાં 42 ઘેટાંના મોત નિપજ્યા હતા. જેલાણા ગામે ગામતળની જમીનમાં ઝૂંપડુ બાંધીને રહેતા બકા કરમશી રબારી પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જે દરમિયાન, આજે મંગળવારે તેમના વાડામાં 42 જેટલા ઘેટાંઓ ચારો ચરી રહ્યા હતા. ચારો ચર્યા બાદ અચાનક ફૂડ પોઇઝનિંગની અસર થતા તમામ ઘેટાઓ ટપોટપ પડવા લાગ્યા હતા.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની અસર થતા 42 ઘેટાના કરૂણ મોત
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની અસર થતા 42 ઘેટાના કરૂણ મોત

આ પણ વાંચો : ભાવનગરના કુંઢેલી પંથકમાં ભેદી રોગચાળાથી 50 થી વધુ ઘેટાંના મોત

અચાનક 42 ઘેટાંના મોતથી પશુપાલકની માથે આફત

42 ઘેટાંના મોતના સમાચાર સાંભળતા જ બકાભાઇ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં વાડામાં રહેલા તમામ 42 ઘેટાંઓના મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે ગામના તલાટી અને સરપંચ પણ બનાવ સ્થળે આવ્યા હતા અને પંચનામું કર્યું હતું. કોરોના મહામારીના સમયમાં આજીવિકાનો મુખ્ય આધાર એવા 42 ઘેટાઓના મોતથી પશુપાલકના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

આ પણ વાંચો : ભાવનગરમાં 200થી વધારે ઘેટા-બકરાના મોત, કોંગી ધારાસભ્યએ કરી વળતરની માગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.