ETV Bharat / state

બનાસકાંઠામાં આરોગ્ય વિભાગના અધિકારીઓને પોલીસને સાથે રાખીને કરવી પડે છે કોરોના દર્દીઓની તપાસ

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. જેના કારણે લોકોમાં ચિંતાનો માહોલ છે. ખાસ કરીને સૌથી વધુ કોરોના વાઈરસના કેસો ડીસામાં જોવા મળી રહ્યા છે. જેના કારણે હાલ ડીસા શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા
બનાસકાંઠા
author img

By

Published : Oct 12, 2020, 10:16 AM IST

બનાસકાંઠા: જિલ્લામાં દિવસેને દિવસે લોકોના વધી રહેલા સંક્રમણના કેસ વધી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીમાં મોટો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાઈરસના કેસોમાં વધારો થવાનું કારણ માટે લોકોને જવાબદાર માનવામાં આવે છે. સરકાર દ્વારા રોજેરોજ જાહેરાત કરવામાં આવે છે કે, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક પહેરવું, હાથ મિલાવવા નહીં,ભીડ કરવી નહીં છતાં પણ લોકો સરકારની ગાઈડ લાઇનથી જાણે કઈ લેવાદેવા જ ના હોય તે લોકો સરેઆમ સરકારના નિયમોનો ઉલ્લંઘન કરી રહ્યા છે.

સરકાર દ્વારા તમામ લોકોનું રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કોરોના વાઈરસની મહામારીમાં બનાસકાંઠા જિલ્લામાં વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં પણ સતત વધી રહેલા કોરોનાવાઈરસના કેસોને લઇ આરોગ્ય વિભાગ પણ ચિંતામાં જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગના અધિકારીઓને પોલીસ સાથે રાખી કરવી પડે છે કોરોના દર્દીઓની તપાસ

આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાના નવા 1181 પોઝિટિવ કેસ નોંધાયા, 1413 ડિસ્ચાર્જ, 9 મોત, કુલ કેસ 1,51,596

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ સરકારી કચેરીઓ તેમજ તમામ વિસ્તારોમાં ટીમ બનાવી તમામનું રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ સૌથી વધુ જ્યાં લોકોની ભીડ થાય છે. તે સ્થળો પર આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સતત કોરોના વાઈરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 2250 જેટલા કોરોના વાઈરસના કેસો સામે આવ્યા છે. 60 થી પણ વધુ લોકો કોરોના વાઈરસના કારણે મોતને ભેટયા છે. હવે કોરોના વાઈરસના કારણે વધુ લોકો મોતને ન ભેટે અને કોરોના વાઈરસની મહામારી સામે લડત આપી ફરી એકવખત તંદુરસ્ત જીવન જીવે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત લોકોને સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના વાઇરસના કેસને ઘટાડવા આરોગ્ય વિભાગનો નવતર પ્રયોગ

બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કોરોના વાઈરસના કેસ ડીસા શહેરમાં ૮૦૦ થી પણ વધુ સામે આવ્યા છે. ડીસા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થાય તે માટે તમામ ડીસા શહેરના વોર્ડમાં તપાસ કરવામાં આવી રહી છે. જે પણ વિસ્તારમાં કોરોના વાઈરસના દર્દી સામે આવે તેવા દર્દીઓની તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરવામાં આવી રહી છે.

ડીસા શહેરના લોકોને જાણે કોરોના વાઈરસથી ડર ન લાગતો હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને એ પણ વિસ્તારમાં કોરોના વાઈરસના દર્દીઓ સામે આવે છે તે વિસ્તારને આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેનમેન્ટ કરવામાં આવે છે. પરંતુ આ લોકોને જાણે કોરોનાવાઈરસ અન્ય લોકોને મોકલવાનો હોય તેમ માસ્ક વગર કન્ટેનમેન્ટ વિસ્તારમાં ફરતા હોવાની અનેક ફરિયાદો સામે આવી રહી છે.

આ પણ વાંચો : બનાસકાંઠામાં કોરોનાનો કહેર યથાવત, જાણો જિલ્લાની સ્થિતિ

જેને લઇ ક્યારે પણ આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારોની મુલાકાત લેવામાં આવે છે. ત્યારે લોકો અને આરોગ્ય વિભાગ વચ્ચે બોલાચાલીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સતત સ્થાનિક લોકોના ભયના કારણે હાલમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને પણ પોલીસ સાથે રાખીને કન્ટેન્મેન્ટ વિસ્તારની મુલાકાત લેવા જવું પડે છે.

જો કોરોનાવાઈરસ ની લડાઈમાં લોકોએ જીત મેળવવી હશે તો પોતે પોતાનું ધ્યાન રાખવું પડશે અને આરોગ્ય વિભાગને પણ સાથ અને સહકાર આપવો પડશે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.