ETV Bharat / state

પાલનપુરમાં દલિત યુવકે સાફા સાથે કાઢ્યો વરઘોડો, અસામાજીક તત્વોને ન પચતાં કર્યો પથરાવ - Marriage Dalit community in a Mota Village

બનાસકાંઠાના મોટા ગામમાં દલિત સમાજના યુવકની નીકળેલી જાન પર પથ્થરમારો (Attack on Marriage of Dalit Community) થયો છે. વરરાજાના પરિવારના એક સભ્યને ઇજા પહોંચી છે. તો આ ઘટનાને પગલે પોલીસે બે શખ્સોની અટકાયત કરી શાંતિ અને સુલેહ (Marriage Dalit community in a Mota Village) જળવાઈ રહે તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

પાલનપુર તાલુકાના મોટા ગામે દલિત સમાજના વરઘોડા પર પથ્થર મારો

author img

By

Published : Feb 9, 2022, 8:33 AM IST

Updated : Feb 9, 2022, 2:54 PM IST

બનાસકાંઠા : પાલનપુરના મોટા ગામ દલિત સમાજના યુવકના લગ્નને (Marriage Dalit community in a Mota Village) લઈ ગામ પર બદનામીનું કલંક લાગ્યું છે. મોટા ગામમાં રાજપૂત સમાજ અને દલિત સમાજ આમને સામને આવી ગયા હતા. મોટા ગામમાં રહેતા સુરેશ ખલિયા ઇન્ડિયન આર્મીમાં હવલદાર તરીકે ફરજ બજાવે છે. અને તેમના નાના ભાઈ અતુલ સેખલીયાના લગ્ન હોવાથી પરિવાર દ્વારા અતુલનો વરઘોડો ઘોડી પર નીકળવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આ વાતની જાણ ગામ લોકોને થતાં ગ્રામજનોએ રવિવારે બેઠક બોલાવીને સુરેશને ઘોડી પર વરઘોડો ન નીકળવાનું જણાવ્યું હતું. આ અગાઉ સુરેશે તેમના ગામમાં શાંતિ સુલેહ જોખમાય તેવી સ્થિતિ હોવાથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સમક્ષ પર પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી.

વરઘોડા પર પથ્થરમારો

પાલનપુરમાં દલિત યુવકે સાફા સાથે કાઢ્યો વરઘોડો, અસામાજીક તત્વોને ન પચતાં કર્યો પથરાવ

ગ્રામજનોએ સુરેશ સેખલિયાને સમજાવતા સુરેશ અને તેના પરિવાર દ્વારા ઘોડી પર વરઘોડો નીકાલવાનું ટાળ્યું હતું. આ બાદ સોમવારે જ્યારે અતુલની જાન જોડવામાં આવી ત્યારે વરરાજાના પરિવારના કેટલાક સભ્યોએ સાફા પહેર્યા હતા. જેને લઈ મોટા ગામના કેટલાક લોકો ઉશ્કેરાઈ જતા જાન પર (Attack on Marriage of Dalit Community) પથરાવ કર્યો હતો. આ પથરાવમાં વરરાજના પરિવારના એક સભ્યને પગના ઢીંચણના નીચેના ભાગે ઇજા પહોંચી હતી. જેથી મામલો થાળે પાડવા માટે ગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. શાંતિ સુલેહ જળવાઈ રહે તે માટે બે શખ્સોની અટકાયત કરી 25 લોકો વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ વડાલીના ભજપુરા ગામે પોલીસ બંદોબસ્તમાં યોજાશે વરઘોડો

શિક્ષિત ગામમાં બનેલી શરમજનક ઘટના

મોટા ગામમાં દલિત સમાજ અને રાજપૂત સમાજ વચ્ચે સર્જાયેલા આ ઘર્ષણ પાછળ લગ્નના રીતિ રિવાજ જવાબદાર છે. દલિત સમાજના સુરેશ સેખલિયા દ્વારા તેમના નાના ભાઈના લગ્નમાં ઘોડી લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારથી જ મોટા ગામમાં તેનો વિરોધ શરૂ થઈ ગયો હતો. મોટા ગામમાં આ ઘટનાના વિરોધમાં સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ (Attack on the Horse of Dalit Society) વાઇરલ થઈ રહ્યા હતા. પરંતુ ગામના આગેવાનો દ્વારા સુરેશ સેખલિયાને ઘોડી પર જાન ન કાઢવાનું જણાવતા આખરે ઘોડી પર જાન નિકળવાનું સુરેશ અને તેના પરિવારજનોએ મોકૂફ રાખ્યું હતું. અંતે જ્યારે જાન જોડવામાં આવી ત્યારે સુરેશના પરિવારના સભ્યો દ્વારા સાફો પહેરવામાં આવતા થયેલા પથ્થરમારાને લીધે મોટા ગામમાં શાંતિ ડહોલાઇ છે. ત્યારે શિક્ષિત ગામમાં આવી ઘટના બને તે શરમજનક બાબત છે.

અગાઉ પણ અત્યાચારની ઘટના સામે આવી હતી

ભારતીય સંવિધાન અનુસાર દરેક જ્ઞાતિના (Caste Dispute in a Mota Village of Palanpur) લોકો પોતાની રીતે આ દેશમાં રહી શકે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો પર અત્યાચારની ઘટનાઓ સામે આવતા સામાજિક સમરસતા ખોરવાઈ ગઈ છે. જેમાં અગાઉ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામે સ્મશાન ભૂમિમાં જતા અનુસૂચિત જાતિના વ્યક્તિના મૃતદેહની અટકાવ્યો હતો. જે બાબતે પોલીસ મથકમાં ફરિયાદ ન થતાં આખરે સમાધાન થયું હતું. પરંતુ આ મુદ્દે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી હતી.

આ પણ વાંચોઃ કોરોના ઈફેક્ટઃ 210 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર માંડવીમાં સુપ્રસિદ્ધ વિઠ્ઠલનાથજી નગરચર્યાએ ન નીકળ્યા

Last Updated : Feb 9, 2022, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.