ETV Bharat / state

ડીસાના આ યુવાને અત્યાર સુધી બચાવ્યાં છે 12 હજાર સાપના જીવ - Gujarat News

બનાસકાંઠા ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતો વિષ્ણુ ઠાકોર નામના યુવાને એક નવી પહેલ હાથ ધરી છે. પ્રાણીઓ બચાવવાની શરૂવાત કરી છે. આ કામગીરીથી આજના યુવાનો માટે વિષ્ણુ ઠાકોર પ્રેરણારૂપ સાબિત થઇ રહ્યો છે.

ડીસાના યુવાનની અનોખી પહેલ અત્યાર સુધી 12 હજાર સાપ પકડી સુરક્ષિત સ્થળે છોડ્યા

author img

By

Published : Nov 4, 2020, 2:07 PM IST

  • ડીસાના યુવાનની અનોખી પહેલ
  • 12 હજાર સાપ પકડી સુરક્ષિત સ્થળે છોડ્યા
  • આજના યુવાનો માટે પ્રેરણારૂપ સાબિત
  • નાની ઉંમરમાં સાપ બચાવવાનું અનોખું અભિયાન

બનાસકાંઠાઃ ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતો વિષ્ણુ ઠાકોર નામના યુવાને એક નવી પહેલ હાથ ધરી છે. પ્રાણીઓ બચાવવાની શરૂવાત કરી છે. વિષ્ણુ ઠાકોરે અત્યાર સુધી 12 હજાર જેટલા સાપ પકડી સુરક્ષિત જગ્યા પર છોડ્યા છે. તેની આ કામગીરીથી આજના યુવાનો માટે વિષ્ણુ ઠાકોર પ્રેરણારૂપ સાબિત થઇ રહ્યો છે.

સાપના જીવ બચાવવાનો યુવાનનો હેતુ

આમ તો આ ઉંમરના યુવકો મોજશોખ કરતા હોય છે પરંતુ વિષ્ણુ ઠાકોરે તેમની આ મોજશોખની ઉંમરમાં ખૂબ જ ઉમદા કાર્ય કરવાનું શરૂ કરી દીધું છે. આ યુવક અત્યારે લોકોને સાપો વિશે માહિતી આપી રહ્યા છે અને સાપોને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં આ યુવક દ્વારા એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ્ય સાપોને બચાવવાનો છે. ક્યાંય પણ સાપ દેખાય તો આ યુવકોની ટિમ ત્યાં પહોંચી જાય છે અને ત્યારબાદ સાપોને સહી સલામત રીતે પકડીને જંગલ વિસ્તારમાં છોડી આવે છે. ઘણીવાર કોઈ રહેણાંક વિસ્તારમાં સાપ દેખાય ત્યારે લોકો ભયભીય બની જાય છે અને સાપથી બચવા માટે તેની પર હુમલો કરી દેતા હોય છે અને સાપ મરી જાય છે, ત્યારે આ ટીમના સભ્યો આવી ઘટના ન બને તે માટે હંમેશા સજાગ રહે છે અને ઘટનાસ્થળે પહોંચી સાપોને બચાવતા હોય છે અને ત્યારબાદ તેને સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડી આવે છે. વિષ્ણુ ઠાકોરે અત્યાર સુધી 12 હજાર જેટલા અલગ અલગ પ્રકારના સપો પકડી સુરક્ષિત જગ્યા પર છોડ્યા છે, ત્યારે આજ આ યુગમાં અન્ય મોજશોખ કરતા યુવાનો માટે વિષ્ણુ ઠાકોર પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે.

ડીસાના યુવાનની અનોખી પહેલ અત્યાર સુધી 12 હજાર સાપ પકડી સુરક્ષિત સ્થળે છોડ્યા
12 હજાર સાપ પકડી સુરક્ષિત સ્થળે છોડ્યાસાપનું નામ પડતા જ ભલભલાના પરસેવા છૂટી જાય છે પરંતુ ડીસામાં એક ટિમ કે જે સાપોના ભયથી લોકોને દૂર કરવા અને સાપોને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે અને સાપ જેવા જીવો જીવસૃષ્ટિ માટે કેટલા ઉપયોગી છે તે સમજાવી રહ્યા છે. આ ટિમ સાપોને બચાવવા માટે હંમેશા સક્રિય રહે છે. અને લોકોને સાપો વિષે માહિતી આપે છે. બનાસકાંઠા જીલ્લામાં કુલ 63 પ્રકારની સાપની જાતિઓ જોવા મળે છે. જેમાં માત્ર બે પ્રજાતિના સાપ જ ઝેરી હોય છે જેમાં કાળોતરો અને કોબ્રા છે. આ ઉપરાંત સાપ જીવસૃષ્ટિ માટે કેટલા ઉપયોગી છે તેના પર પણ પ્રકાશ પાડ્યો હતો. ત્યારે ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા વિષ્ણુ ઠાકોરે જે પ્રાણી બચાવો અભિયાનની શરૂવાત કરી છે તેમાં અત્યાર સુધી તેને બાર હજાર જેટલા સાપ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પકડી સુરક્ષિત જગ્યા પર છોડ્યા છે. હજુ પણ વિષ્ણુ ઠાકોર દ્વારા સાપ પકડવાની કામગીરી ચાલુ છે.તેમના આ કાર્યથી અનેક યુવાનો પણ પ્રભાવિત થયા છે.નાની ઉંમરમાં સાપ બચાવવાનું અનોખું અભિયાનઆટલી નાની ઉંમરમાં આ યુવકોને અત્યારે સાપોને બચાવવા માટેનું જૂનુન સવાર થઈ ગયું છે અને તેમના આ જૂનનને લઈ અત્યારે આ યુવકો દરરોજના દશથી વધુ સાપોને પકડી સુરક્ષિત સ્થળે છોડીને જીવતદાન બક્ષી રહ્યા છે.. તે ખૂબ જ સરાહનિય બાબત છે. આ ઉપરાંત વાત કરીએ તો ચોમાસુ પૂરૂ થયા બાદ શિયાળાની શરૂઆત પહેલા સાપો શીતનિંદ્રા લેતા હોય છે, ત્યારે લાંબી શીત નિંદ્રા માટે સાપો વધુને વધુ ખોરાક લેવા માટે ચોમાસુ પૂરૂ થતાં અને શિયાળાની શરૂઆત પહેલા શિકાર માટે બહાર આવતા હોય છે.. એટલા માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબર માહિનામાં સાપો સહુથી વધુ પ્રમાણમા દેખાતા હોય છે. એટ્લે લોકોને પણ આ બાબતે સાવચેત રહેવા માટે આ ટિમ જાગૃત કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.