- થરાદમાં ચોરાયેલી કારનો ભેદ ઉકેલાયો
- થરાદ પોલીસે 2 આરોપીની કરી ધરપકડ
- પોલીસે મુદ્દામાલ પણ કર્યો જપ્ત
- બંને આરોપીઓએ કારની કરી હતી ચોરી
થરાદઃ થરાદ ટાઉનમાં સંજીવની હોસ્પિટલ આગળથી બોલેરો કેમ્પર ગાડીની ચોરી થઈ હતી. આ અંગે થરાદ પોલીસ આરોપીઓને શોધી રહી હતી. તેવામાં પોલીસે બાતમીના આધારે 2 આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીની પૂછપરછ કરતા એક આરોપીનું નામ માંગીલાલ પુનમારામ (રાજસ્થાન) અને બીજો આરોપી શાંતિલાલ ઉર્ફે શેતાન ખેરાજરામ (રાજસ્થાન) હોવાનું જણાયું હતું. થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે. બી. ચૌધરના રાર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતા કારના આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ કરતા કારની ચોરીનો ભેદ ઉકેલાયો હતો.