ETV Bharat / state

શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા હોસ્પિટલમાં દાખલ કરાયો

બનાસકાંઠા: જિલ્લાના ડીસા શહેરમાં એક વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હોવાના આક્ષેપ વિદ્યાર્થીના પરિવારજનોએ કર્યા છે. વિદ્યાર્થીને ઈજા થતાં સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

author img

By

Published : Jul 19, 2019, 9:49 PM IST

શિક્ષકે ઢોર માર મારતા વિદ્યાર્થી હોસ્પિટલના બિછાને

કેતુલ સોલંકી ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં 11માં ધોરણમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીએ આક્ષેપ કર્યા છે કે તે શાળામાં અભ્યાસ કરી રહ્યો હતો તે દરમિયાન શાળાના અન્ય વિદ્યાર્થી દ્વારા કેતુલને હેરાન કરવામાં આવતો હતો. જેથી કેતુલ તેના સહ અધ્યાયીને ઠપકો આપતા તેના સહ અધ્યાયીએ શાળાના મોનીટરને કેતુલની ફરિયાદ કરી હતી. જેથી ક્લાસ મોનિટરે કેતુલની ફરિયાદ શાળાના આચાર્યને કરી હતી. જેને લઇને આચાર્ય નટુભાઇ જોશીએ ક્લાસ રૂમમાં આવીને કેતુલને માર માર્યો હતો. જેથી કેતુલને પીઠ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. સમગ્ર બનાવ બાદ તેને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

Intro:લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.19 07 2019

સ્લગ :- વિદ્યાર્થી ને મારમાર્યો

એકર:- બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક વિધ્યાર્થીને શિક્ષકે માર માર્યો હોવાના આક્ષેપો વિધ્યાર્થી અને તેના પરિવારજનોએ કર્યા છે. વિધ્યાર્થીને ઇજા થતાં સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Body:વી.ઑ. : ડીસાની સિવિલ હોસ્પિટલમાં બેઠેલા આ વિધ્યાર્થીનું નામ છે કેતુલ સોલંકી... કેતુલ સોલંકી ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં ૧૧માં ધોરણમાં અભ્યાસ કરે છે.. અને અત્યારે આ વિધ્યાર્થીએ આક્ષેપ કર્યા છે કે તે શાળામાં અભ્યાસ કરી રહ્યો હતો તે દરમ્યાન શાળાના અન્ય વિધ્યાર્થી દ્વારા કેતુલને હેરાન કરવામાં આવતો હતો.. જેથી કેતુલ તેના સહ અધ્યાયીને ઠપકો આપતા તેના સહ અધયાયીએ શાળામાં મોનીટરને કેતુલની ફરિયાદ કરી હતી.. જેથી ક્લાસ મોનિટરે કેતુલની ફરિયાદ શાળાના આચાર્યને કરી હતી.. બાદમાં કેતુલના જણાવ્યાનુસાર શાળાના આચાર્ય નટુભાઇ જોશીએ ક્લાસ રૂમમાં આવીને કેતુલને માર માર્યો હતો.. જેથી કેતુલને પીઠ અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સિવિલમાં સારવાર લઈ રહેલા કેતુલે તેના આચાર્ય સામે સંગીન આક્ષેપો કર્યા હતા.

બાઇટ:-કેતુલ સોલંકી – વિધ્યાર્થી

વી.ઑ. : આ સમગ્ર મામલે અમારા સંવાદદાતાએ આદર્શ હાઈસ્કૂલના આચાર્ય નટુભાઇ જોશીનો સંપર્ક કર્યો હતો.. ત્યારે નટુભાઇ જોશીએ ખુલાસો કરતાં જણાવ્યુ હતું કે વિધ્યાર્થી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને બેબુનિયાદ ઠેરવતા જણાવ્યુ હતું કે વિધ્યાર્થીને કોઈ પણ જાતનો માર માર્યો ન હોવાનું જણાવ્યુ હતું.

બાઇટ:-નટુભાઇ જોશી – આચાર્ય
Conclusion:
વી.ઑ. :-એક તરફ શાળાના વિધ્યાર્થી દ્વારા શિક્ષક સામે સંગીન આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ શિક્ષક આ આક્ષેપોને બેબુનિયાદ ઠેરવી રહ્યા છે.. ત્યારે સત્ય ગમે તે હોય પરંતુ આ ઘટના ગુરુ અને શિક્ષક વચ્ચેના પવિત્ર સબંધને લાંછન લગાવી રહી છે,

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.