ETV Bharat / state

બનાસકાંઠાના થરાદની કેનાલમાં ડીસાના વેપારીનો ગળે ફાસો આપેલો અને હાથ બાંધેલો મૃતદેહ મળ્યો - થરાદ

બનાસકાંઠાના ડીસામાં એક ફ્રૂટના વેપારીની થરાદ પાસે નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. વેપારીને ગળે ટૂંપો આપીને હાથ બાંધી કેનાલમાં ફેંકી દેતા થરાદ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠાના થરાદની કેનાલમાં ડીસાના વેપારીનો ગળે ફાસો આપેલો અને હાથ બાંધેલો મૃતદેહ મળ્યો

author img

By

Published : Dec 23, 2020, 4:26 PM IST

Updated : Dec 23, 2020, 4:38 PM IST

  • ફ્રૂટના વેપારીનો થરાદ પાસે નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો
  • થરાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
  • થરાદની મુખ્ય કેનાલમાંથી વેપારીનો મૃતદેહ મળ્યો

બનાસકાંઠાઃ જિલ્લાના થરાદની મુખ્ય નહેરમાં અવાર-નવાર મૃતદેહ મળી આવે છે, ત્યારે બુધવારના રોજ થરાદની મુખ્ય કેનાલમાંથી એક ફ્રૂટના વેપારીને ગળે ટૂંપો આપી તેના મૃતદેહને કેનાલમાં ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી છે. ડીસામાં રાજીવ ગાંધી કોમ્પ્લેકસમાં ફ્રુટનો વ્યવસાય કરતા સંજય ઉર્ફે સંતોષ પરમાર અવારનવાર ફ્રુટની ખરીદી માટે થરાદ તરફ જતા આવતા હતા, તેમજ મંગળવારની રાત્રે તેઓ ઘરેથી કારમાં 40 લાખ રૂપિયા કેસ લઈને દાડમની ખરીદી કરવા માટે થરાદ જવા નીકળ્યા હતા, જો કે મોડી રાત્રે તેમની પત્ની સાથે વાતચીત થયા બાદ તેમનો મોબાઈલ બંધ થઈ જતા તેમના પરિવારજનો થરાદ તરફ તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડીરાત સુધી સંતોષભાઈનો કોઈ પત્તો લાગ્યો ન હતો, જ્યારે 22 તારીખની વહેલી સવારે થરાદ પાસે કેનાલમાંથી તેમની મૃતદેહ મળી આવ્યો હતો.

થરાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠાના થરાદની મુખ્ય નહેરમાંથી ડીસાના એક ફ્રૂટના વેપારીનો મૃતદેહ મળી આવ્યો છે. ડીસાના વેપારીના મૃતદેહને ગળે ટૂંપો આપી હાથ બાંધીને કેનાલમાં ફેંકી દેતા થરાદ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે તેમને ગળે ટૂંપો આપી હત્યા કરી તેમના હાથ બાંધી કેનાલમાં ફેંકી દીધી હોવાનું જણાવા મળ્યું હતું, તેમજ તેમની કાર અને 40 લાખ રૂપિયા પણ ગાયબ હતા. આ મામલે પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Dec 23, 2020, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.