- બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું મોટા પ્રમાણમાં વાવેતર
- ખેડૂતોએ સારા ભાવની આશાએ કર્યું હતું બટાટાનું વાવેતર
- બહારના રાજ્યમાં બટાટાની માગ ઘટતા નુકસાન
બનાસકાંઠા : જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ બટાટામાં સારા ભાવ (Good prices in potatoes)ની આશાએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. છેલ્લાં પાંચ વર્ષથી જિલ્લાના ખેડૂતોને બટાટામાં મોટું નુકસાન આવ્યું હતું. ચાલુ વર્ષે કોરોના મહામારી (Corona epidemic)ને કારણે બહારના રાજ્યોમાં બટાટાની માગ વધી હતી. જેના કારણે ખેડૂતોના બટાટાનો ભાવ ઊંચો આવ્યો હતો. જે બાદ ખેડૂતોને ફરી એકવાર બટાટામાં સારા ભાવ મળશે તેવી આશા જાગી હતી. જેથી ખેડૂતોએ ચાલુ વર્ષે ફરી એક વાત મોંઘાદાટ બિયારણો (Seeds) લાવી ખેતરમાં બટાકાનું વાવેતર કર્યું હતું. પાંચ વર્ષની મંદીમાંથી ખેડૂતો બહાર આવશે તેવી આશાએ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ડીસા તાલુકામાં બટાટાનું વાવેતર થયું હતું.
આ પણ વાંચો : મહેસાણા જિલ્લામાં બટાટા અને ઘઉંનું મબલખ ઉત્પાદન
બટાટામાં કરોડો રૂપિયાનું નુકસાન
2014ની સાલથી એક-બે વર્ષ બાદ કરતાં મોટા ભાગના વર્ષમાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતો અને વેપારીઓ (Merchants and farmers)ની હાલત કફોડી બની છે. સતત વર્ષોથી થતા નુકસાનને કારણે બટાટાના વેપારી અને ખેડૂતો (Merchants and farmers) દેવાદાર બની ગયા છે. વાત કરીએ ચાલુ સાલની ચાલુ સાલે બનાસકાંઠામાં 3.10 કરોડ કટ્ટા બટાટાનું સંગ્રહ કોલ્ડસ્ટોરેજ (Coldstorage)માં થયુ હતું અને ખેડૂતો સારા ભાવની આશાએ સંગ્રહ કર્યું હતું. તો વેપારીઓ સારા ભાવની આશાએ રૂપિયા 150થી 175 મણના ભાવે ખરીદી કરી કોલ્ડસ્ટોરેજ (Coldstorage)માં મૂક્યાં હતા. હવે જ્યારે બટાટા નીકળવાનો સમય થયો છે, ત્યારે ભાવ અડધા પણ રહ્યા નથી અને લોકડાઉન તેમજ અન્ય રાજ્યોમાં બટાટાનું ઉત્પાદન થતા માગ ઓછી હોવાના કારણે 3.10 કરોડ કટ્ટામાંથી માત્ર 60 લાખ કટ્ટાનું વેચાણ થયું છે. હજુ 2.50 કરોડ બટાટાના કટ્ટા સ્ટોરેજમાં પડ્યા છે. હાલના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂત અને વેપારી (Merchants and farmers)ને પ્રતિ મણનું ભાડું, ખર્ચ અને મજૂરી નીકળતા રૂપિયા 50થી 75નો ભાવ મળે છે. એટલે કે અડધા કરતા પણ ઓછી મૂડી થઈ રહી છે, જેથી બટાટામાં હાલની સ્થિતિ જોતા રૂપિયા 700 કરોડ ઉપરાંતનું નુકસાન થઈ રહ્યું છે.
આ પણ વાંચો : ડીસામાં કોલ્ડ સ્ટોરેજના વેપારીઓ સામે ખેડૂતોની નારાજગી, કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
સરકાર પાસે સહાયની માગ
છેલ્લા પાંચ વર્ષથી જિલ્લાના ખેડૂતો બટાટામાં નુકસાનમાં જઇ રહ્યા હતા. આ વર્ષે પણ ફરી એકવાર ખેડૂતોને બહારના રાજ્યોમાં બટાટાની માગ ઘટતા કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સરકારના સહારે બેઠા છે. સરકાર તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બટાટામાં યોગ્ય સહાય (relief) જાહેર કરે તેવી માગ કરી રહ્યા છે.
બટાટામાં ખેડૂતો અને વેપારીઓ દેવાદાર બન્યા
સતત આઠ વર્ષમાં એક-બે વર્ષ બાદ કરતાં ખેડૂત અને વેપારીઓ (Merchants and farmers)ને બટાટાની ખેતીમાં મૂડી પણ થઈ નથી. જેના કારણે આજે અનેક બેન્કોની લોન પણ ખેડૂતો ભરી શક્યા નથી. ખેડૂતો અને વેપારીઓ (Merchants and farmers) દેવાદાર બન્યા છે. ખેડૂતોએ લોનમાં વ્યાજ માફ કરવાની માગ સરકાર પાસે કરી છે. ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને બટાટાનું વાવેતર બનાસકાંઠામાં થઇ રહ્યું છે. ચાલુ સાલે સતત ભાવ ઘટતા ખેડૂતો અને વેપારીઓ (Merchants and farmers)ને મૂડી પણ થઈ રહી નથી. હવે સરકાર મદદરૂપ થાય તેવી ખેડૂતો અને વેપારીઓને આશા છે.