બનાસકાંઠા: ખૂનના બદલામાં ખૂન...આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી સામે આવ્યો છે. મળેલી માહિતી અનુસાર થોડા વર્ષ પહેલા કરેલી હત્યાનો આરોપી હાલ પેરોલ લઈને જેલની બહાર આવતા જૂની અદાવત રાખીને અજાણ્યા ઈસમોએ તેની જ હત્યા કરી નાખી છે. આ મામલે પોલીસે માવસરી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ થઇ હતી.
શું બની ઘટના?: સમગ્ર ઘટનાનાની વાત કરવામાં આવે તો વાવના ટડાવ નજીક શુક્રવારના સાંજના સમયે થરાદ કોર્ટમાંથી મુદ્દતની હાજરી ભરાવી વાવના મીઠાવીરાણા ગામના મફા પટેલ પોતાની પત્ની સાથે બાઈક પર ઘરે જઈ રહ્યા હતા. મફાભાઈ ટડાવ ગામ નજીક પહોંચ્યા ત્યારે ત્રણ વાહનોએ તેમનો પીછો કર્યો હતો તેમાંથી પહેલા બોલેરો ગાડીએ મફા પટેલના બાઈકને ટક્કર મારી હતી. જો કે મફા પટેલ જીવતા રહી જતા કારથી કચડવાની કોશિશ કરી હતી અને ત્યારબાદ હત્યારાઓએ ધડાધડ ગોળીઓ મારી મફા પટેલની હત્યા કરી દીધી હતી. સદનસીબે મફાભાઈ પટેલની પત્નીનો આબાદ બચાવ થયો હતો. તેમને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈ બનાસકાંઠાની પોલીસ આરોપીને શોધવા માટે દોડતી થઈ છે.
જૂની અદાવત: હત્યા પાછળનું મુખ્ય કારણ છે કે મૃતક મફા પટેલે તેમના સાગરીતો સાથે થોડા વર્ષો પેલા સણવાલ ગામના વર્ધાજી બારોટ નામના વ્યક્તિની હત્યા કરી હતી. વર્ધાજી બારોટની હત્યા મફા પટેલ હત્યાના ગુનામા જેલમાં હતો. થોડા દિવસો પહેલા મફા પટેલ જામીન પર છૂટી ઘેર આવેલો હતો અને શુક્રવારે સાંજના સમયે પત્નીની સાથે થરાદથી ઘરે જઈ રહ્યા હતો ત્યારે વર્ધાજી બારોટના પુત્રોએ પિતાની હત્યાનો બદલો લેવા માટે પોતાના સાગરીતો સાથે મળી મફા પટેલની ગોળી મારી હત્યા કરી હતી.
પોલીસે આરોપીની શોધખોળ આદરી: પોલીસે તમામ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. મૃતકના પત્નીએ ત્રણ વ્યક્તિના નામ જોગ અને ત્રણ અજાણ્યા શખ્સોના વિરોધમાં પતિના હત્યા અંગે માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસનું નિવેદન: આ બાબતે થરાદ ડી વાય.એસ.પી એસ.એમ વારોતરીયાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સવારે વાવના તળાવ નજીક એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક યુવક પર ફાયરિંગ કરી હત્યા કરાવવાની ઘટના બનેલ છે. મૃતક મફાભાઈ અને તેમના પત્ની બાઈક પર ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન બોલેરો અને સ્વીફ્ટ કાર સાથે આવેલા શખ્સોએ મફાભાઈ પટેલ નામના યુવકને ગાડીની ટક્કર મારી હતી અને ત્યારબાદ ફાયરિંગ કરી છરાના ગાઝી હત્યા કરી ત્યારે પોલીસે મૃતકની મૃતદેહને પીએમ અર્થે ખસેડી વાલી વારસાને સુપરત કરીને મૃતકના યુવકને પત્નીએ લખાવેલ ફરિયાદના આધારે માવસરી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.